Main Menu

અમરેલીમાં મેઘરાજાનું અનરાધાર હેત:પાંચ ઇંચ

અમરેલી જિલ્લામાં મૌસમનો સર્વ પ્રથમ સચરાચર વરસાદ સતત પડતા જનજીવન પુલકીત થઇ ગયું આ ચોમાસમાં પહેલો જ વરસાદ એવો પડયો હતો કે જેના કારણે શહેરનો કીચડ ધોવાઇ ગયો હતો ગઇ કાલે રાત્રીના સમયે પડેલા વરસાદ બાદ આજે સવારના સમયથી શરૂ થયેલો વરસાદ અનરાધાર અને એકધારી ગતીએ કોઇ નુકસાન વગર વરસતા સવર્ત્ર આનંદ મંગલ જેવું વાતાવરણ સર્જાયું છે.આ વરસાદ અને વરસાદની આગાહીને લઇને ગઇકાલે જ રાજયના પોલીસ તંત્રમાં ખાસ અનિવાર્ય કિસ્સા સીવાય તાત્કાલીક અસરથી કમર્ચારીઓ અને અધિકાારીઓની રજા મંજુર કરવા ઉપર પ્રતિબંધ મુકાઇ ગયો હતો કારણ કે વરસાદને કારણે હવે નદી નાળાઓ ચાલુ થશે અને ડેમમાં આવક શરૂ થઇ જશે તથા અમરેલી સુરત વચ્ચે તારાપુર જવાની વટામણ ચોકડીએ સાબરમતી પુલ બંધ કરાતા ટ્રાફીક વાયા ધોળકકા કરવામાં આવ્યો છે બપોર સુધી જિલ્લાભરમાં કોઇજા નુકસાની વગર ધીમીીધારે એકધારો વરસાદ પડતા શહેરના અનેક મેદાનોમાં પાણી ભરાયા હતા અમરેલીના જીમખાનાના મેદાનમાં પણ સરોવરની જેમ પાણી ભરાયા હતા તથા અમરેલીના કામનાથ ડેમમાં શહેરમાં પડેલા વરસાદની આવક શરૂ થઇ ગઇ છે.



« (Previous News)



error: Content is protected !!