Main Menu

ખેડૂતો પાસે 12 ટકા ફીક્‍સ ડીપોઝીટ ફરજીયાત કરાતા રજુઆત

અમરેલી,ચાલુ સાલ 2017ના પાક ધિરાણ મેળવતા ખેડૂતોએ ફરજીયાત પણે મળેલ ધિરાણની રકમમાંથી 12 ટકા ફીક્‍સ ડીપોઝીટ 2 વર્ષ માટે કરવાનો નિર્ણયે ખેડૂતોને પડયા પર પાટા મારવા સમાન છે.60 ટકા કરતા વધારે ખેડૂતો ઉછી ઉધારણા કરી 2016નું પાક ધિરાણ ભરેલ છે.તેવા સંજોગોમાં નવા ધિરાણ મેળવતા ખેડૂતો પાસે 12 ટકા ફીક્‍સ ડિપોઝીટ કરાવવામાં આવતી હોવાથી ધરતી પુત્રોનો વ્‍યવહાર ખોરવાઇ જાય તેવી સ્‍થિતિનું નિર્માણ બેન્‍ક દ્વારા ઉભું થયું છે.તાત્‍કાલીક ફિક્‍સ ડિપોઝીટ લેવાનું બંધ કરવા અને થયેલ ડિપોઝીટ ખેડૂતોને પરત આપવાઅમરેલી જિલ્લા ખેડૂત હિતરક્ષક સમિતિના શ્રી નંદલાલભાઇ ભડકણે અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કના ચેરમેન દિલીપભાઇ સંઘાણીને પત્ર પાઠવી રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્‍યું છે.