Main Menu

બોટાદમાં સોમવારે વડાપ્રધાન શ્રી મોદીનું આગમન

અમરેલી,વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી બોટાદ ખાતે તા.17 બપોરના 4 કલાકે ત્રિકોણી ખોડીયાર બોટાદ ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કરનાર છે.લીંક-2ના લોકાર્પણથી ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે અને આ લીંક દ્વારા 115 જેટલા ડેમોમાં જોડાતા ખારા પાટ, સુકા વિસ્‍તારો હરીયાળા બનશે. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઇ હિરપરા અને જિલ્લા સહકારી ખ.વે.સંઘના શરદભાઇ લાખાણી તરફથી સહકારી આગેવાનો, પદાધિકારીઓને સમારોહમાં જોડાઇ સહભાગી બનવા શરદભાઇ લાખાણીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.