Main Menu

કલમ 370 હટાવતા શ્રી મોદી,શ્રી શાહ:દેશમાં તહેવાર જેવો માહોલ

કેન્દ્રની નરેન્દ્ર મોદૃી સરકારે સોમવારે એક ઐતિહાસિક પગલું ભરતા જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દૃરજ્જો આપતા આર્ટિકલ ૩૭૦ને સમાપ્ત કરી દૃીધો છે. સરકારે સોમવારે રાજ્યસભમાં એક ઐતિહાસિક સંકલ્પ રજૂ કર્યો હતો જેમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાની સાથે જ રાજ્યને બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્ર શાસિત પ્રદૃેશો જાહેર કરાયા છે. જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં પોતાની વિધાનસભા હશે જ્યારે લદ્દાખ વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત ક્ષેત્ર રહેશે.
ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભમાં એક સંકલ્પ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે સંવિધાનમાં આર્ટિકલ ૩૭૦ ના તમામ ખંડ જમ્મુ-કાશ્મીરમાં લાગૂ નહીં થાય. શાહે કહૃાું હતું કે ૧૯૫૦ અને ૧૯૬૦ના દૃાયકામાં તત્કાલીન કેન્દ્ર સરકારોએ આ રીતે આર્ટિકલ ૩૭૦માં સંશોધન કર્યુંહ તું. અમે પણ તે જ રીત અપનાવી છે. રાષ્ટ્રપતિ આર્ટિકલ ૩૭૦ ખતમ કરનારા રાજપત્ર પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે.
અમિત શાહે જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ ૨૦૧૯માં રજૂ કર્યું હતું. તેમણે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદૃેશ જાહેર કર્યો હતો જ્યાં ચંદૃીગઢની જેમ વિધાનસભા નહીં હોય. શાહે રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે કાશ્મીર અને જમ્મુ ડિવિઝન વિધાનસભા સાથે એક અલગ કેન્દ્ર શાસિત પ્રદૃેશ હશે જ્યાં દિૃલ્હી અને પોંડિચેરીની જેમ વિધાન સભા હશે.
અમિત શાહ તરફથી રજુ નિવેદૃનમાં કહેવામાં આવ્યુ છે કે લદ્દાખના લોકોની લાંબા સમયથી માંગ હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દૃરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેનારા લોકો પોતાના લક્ષ્યને હાસિલ કરી શકે.
જમ્મુ-કાશ્મીર રાજ્યનું વિભાજન કરી દૃેવાતા હવે તેના બે ટુકડા થશે. આમાં પહેલો ભાગ જમ્મુ-કાશ્મીરનો રહેશે અને બીજો ભાગ લદ્દાખનો રહેશે. આ બંનેને રાજ્યનો દૃરજ્જો આપવામાં આવશે. એટલું જ નહીં, બંનેના પોતાના અલગ વહીવટીતંત્ર પણ રહેશે અને તેમને આ પ્રકારના બંધારણીય દૃરજ્જા પણ આપવામાં આવશે. બંધારણના અનુચ્છેદૃ ૩૭૦ અને બંધારણના અનુચ્છેદૃ ૩૫-એ હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દૃરજ્જાનો આ સાથે જ અંત આવી ગયો છે.
મોદૃી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદૃાખને અલગ કરીને એક કાંકરે ઘણા પક્ષીના શિકાર કર્યા છે. બંધારણના અનુચ્છેદૃ ૩૫-એ અને કલમ ૩૭૦ની નાબૂદૃીથી રાજ્ય સરકારની ભૂમિકા હવે મર્યાદિૃત થઈ જશે. આ સંજોગોમાં કાશ્મીરમાં અત્યારસુધી અસ્થિરતા અને અરાજકતા માટે જેમને જવાબદૃાર ગણવામાં આવે છે તેવા વિભાજનવાદૃીઓ અને અલગતાવાદૃીઓનું એકહથ્થૂ વર્ચસ્વ ખતમ થઈ જશે તેમ મનાય છે. વિભાજનવાદૃીઓ રાજકારણમાં આવી નથી શકતા અને ચૂંટણીઓનો વિરોધ કરે છે અને આ સંજોગોમાં કેન્દ્રશાસિત પ્રદૃેશ બનતા તેમના સ્વચ્છંદૃીપણા પર પણ કાપ મૂકાશે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવેથી રાજકીય ગતિવિધિઓ મર્યાદિૃત બની જશે. કાશ્મીરમાં સ્થાનિક રાજકારણીઓનું વર્ચસ્વ પણ મર્યાદિૃત થઈ જશે કારણ કે કાયદૃો અને વ્યવસ્થા હવે કેન્દ્ર સરકારને હસ્તક જતી રહેશે. બંધારણની કલમ ૩૭૦ અંતર્ગત મળતો વિશેષ દૃરજ્જો પણ ખતમ થઈ જશે અને આ કારણે કાશ્મીરને કેન્દ્ર સરકાર દ્વારા જે અબજો રૂપિયાની ગ્રાન્ટ અપાતી હતી તેની પણ સમીક્ષા થશે.



« (Previous News)



error: Content is protected !!