Main Menu

સાવરકુંડલાના મેકડામાં પુલનું લોકાર્પણ કરાયું

સાવરકુંડલા,

સાવરકુંડલા તાલુકાના મેકડાના જોડતા નદી પરના પુલનું નિર્માણ જિલ્લા પંચાયત દ્વારા 80 લાખના ખર્ચે કરાતા હનુમાન જયંતિ નિમિતે લોકાર્પણ થયું હતુ.આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્‍ય ભરતભાઇ ગીડા, ઉપસરપંચ અનિરૂઘ્‍ધભાઇ ધાધલ, ચીમનભાઇ અકબરી, બુધાભાઇ પટગીર, ધોહાભાઇ ધાધલ, કનુભાઇ પટગીરના સહયોગથી લાલજી આશ્રમ મેકડાના મહંત સેવાદાસબાપુના હસ્‍તે લોકાર્પણ થયું છે .

પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્‍ય હાર્દિકભાઇ કાનાણી, લાલભાઇ મોર, યુવક કોંગ્રેસના પ્રતાપભાઇ દુધાત, તાલુકા કોંગ્રેસના પ્રમુખ દિપકભાઇ માલાણી, શહેર કોંગ્રેસના પ્રમુખ હસુભાઇ સુચક, ચંદ્રેશભાઇ રવાણી, રાઘવભાઇ સાવલીયા, દુલાભાઇ ઉકાણી, બાબુભાઇ પાટીદાર, ધર્મેન્‍દ્રભાઇ મોટા ભમોદ્રા અને ફીફાદના જયંતિભાઇ, દાનુભાઇ ખુમાણ, દાદાજાનભાઇ, ગીરીશભાઇ રાજયગુરૂ, સશીભાઇ અઢીયા, નરેશભાઇ ખુમાણ, પરેશભાઇ ભમોદ્રા,વિપુલભાઇ જયાણી, બેચરભાઇ રામાણી, કાળુભાઇ ભરવાડ તથા વંડા, પીયાવાના યુવાન કાર્યકરો, આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

પુલનું લોકાર્પણ થતા ગ્રામજનોમાં ખુશી વ્‍યાપી ગઇ છે.