Main Menu

અમરેલીમાં 11માં ધોરણની પંદર વર્ષની બે વિદ્યાર્થીનીઓ ઉપર એસીડ છાંટી પતાવી દેવાની ધમકી આપતી ગેંગ

અમરેલી,
સંસ્કાર નગરી અમરેલીમાં તાજેતરના ગેંગરેપની શાહી હજુ સુકાઇ નથી ત્યાજ ફરી અમરેલીની એક શાળામાં અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી પંદર વર્ષની બે વિદ્યાર્થીનીઓને ચાર લુધ્ખ્ખાઓની ગેંગે પોતાના ફોન નંબરો સાથેની ચીઠીઓ આપી અને જો પોતાને ફોન ન કરે તો એસીડ છાંટી પતાવી દેવાની તથા બન્નનેના માતાપિતાને પણ મારી નાખવાની ધમકકી આપ્યાનો બનાવ બહાર આવતા શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ છે.
આ બનાવ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના મધ્યમાં આવેલા વિસ્તારમાં રહેતી અને 11માં ધોરણમાં ભણતી પંદર વર્ષની બે વિદ્યાર્થીર્નીઓ છેલ્લા એક માસથી મુશ્કેલીમાં મુકાઇ હતી ઘેણી ઘેરથી બહાર નિકળે તરત જ બે બાઇક ઉપર ચાર છોકરાઓ તેનો પીછો કરી અને છેક એસટી ડેપો નજીક આવેલ તેની સ્કૂલ સુધી જઇ અને સ્કુલની બહાર બેસી તેણી ઉપર અવાર નવાર પોતાના મોબાઇલ નંબર લખેલ ચીઠીઓના ઘા કરતા હતા અને જો આ ભોગ બનનાર ચીઠી ન ઉપાડે તો તેણીની પાસે આવીને જો પોતાને ફોન ન કરે તો તેણી ઉપર એસીડ છાંટી સળગાવી દેવાની તથા તેણીના માતા પિતાને મારી નાખવાની ધમકકી આપતા હતા આવુ અવાર નવાર બનતુ હતુ પણ ગત તા. 7મીના એટલે કે કાલે શાલાની બહાર આ ચારેય શખ્ખો આ બન્ને વિદ્યાર્થીનીઓને સતાવી રહયા હતા ત્યારે અમરેલીના બે ગામડાના મોટી ઉમરના લોકો ત્ત્રાથી નિકળતા તેણે આ દ્રશ્ય જોઇ અને આ વિદ્યાર્થીનીઓને પુછયું હતુ કે આ લોકો તમને હેરાન કરે છે જેથી બન્નેએ હા પાડતા ચારયે હરામખોરો ત્યાથી નાસી છુટયા હતા અને અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં આ ચારેય શખ્ખોની સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં આ એસીડ એટેકની ધમકકીનો ભોગ બનનારી વિદ્યાર્થીનીઓ આ લુખ્ખાઓને ઓળખતી ન હોય પણ તેની ચીઠીમાં નિકલેલા નામ અને મોબાઇલ નંબર ઉપરથી તેના નામ અકીલ બીલખીયા, સાહીદ પરમાર, અજમલ પરમાર અને ઇઝહાર બીલખીયા હોવાનું જણાયું હોય પોલીસ દ્વારા આ ચારેય શખ્ખોની સામે ગુનો નોંધી અને તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે અને અમરેલીમાં સાવ નાની વયની સગીરાઓને એસીડ એટેકની ધમકકી આપી તેનો લાભ ઉઠાવવા માંગતા આ લુખ્ખાઓને પાઠ ભણાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળેલ છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી જેતપરીયા દ્વારા આ બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને શહેરમાંથી આ બનાવ અંગેના પુરાવાઓ એકત્ર કરાઇ રહયા છે.



« (Previous News)



error: Content is protected !!