Main Menu

સક્કિમમાં મોટી ઉથલપાથલ: એસડીએફના ૧૦ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

સિક્કિમની મુખ્ય પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (જીડ્ઢહ્લ)ના ૧૦ ધારાસભ્યો મંગળવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા. પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામિંલગ સહિત ૪ અન્ય ધારાસભ્યોને બાદૃ કરતાં બાકીનાતામામ ધારાસભ્યોએ દિૃલ્હી આવીને ભાજપનું સભ્યપદૃ લીધું. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ રામ માધવે તેમને પાર્ટીનું સભ્યપદૃ અપાવ્યું. સિક્કિમમાં ભાજપ હજુ સુધી પોતાનું ખાતું નહોતું ખોલાવી શક્યું, પરંતુ એસડીએફના ૧૦ ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપની તાકાત વધી ગઈ છે.
સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે સિક્કિમમાં ૨૫ વર્ષ સુધી શાસન કર્યુ. સિક્કિમ વિધાનસભા ચૂંટણી ૨૦૧૯માં પવન કુમાર ચામિંલગની પાર્ટી એસડીએફના ૧૫ ધારાસભ્યો જીત્યા હતા. બીજી તરફ, ભાજપ એક સીટ પણ જીતી નહોતું શક્યું. પરંતુ એસડીએફના ૧૫માંથી ૧૦ ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપ એક જ ઝાટકે ઝીરોમાંથી ૧૦ થઈ ગઈ છે.
પવન ચામિંલગે ૧૯૩૩માં એસડીએફની રચના કરી હતી. પાર્ટીએ ત્યારબાદૃથી ૧૯૯૪, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બુહમતથી સરકાર બનાવી. જોકે, ૨૦૧૯માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં એસડીએફને હારનો સામનો કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (એસકેએમ)ની સરકાર છે. પ્રેમ િંસહ તમાંગ મુખ્યમંત્રી છે.


error: Content is protected !!