Main Menu

અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વે શ્રી રૂપાલાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

અમરેલી,કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ શ્રીમતી શાંતાબેન ગજેરા સંકુલના પટાંગણમાં 73માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગ લઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ 73માં સ્વાતંત્ર્ય પર્વની ખુબ ખબ શુભકામનાઓ આપી હતી. એમણે બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજે ગજેરા સંકુલ ખાતે ભૂલકાઓ સારામાં સારું અને શિસ્તબદ્ધ રીતે શિક્ષણ મેળવે છે. એમણે સારું શિક્ષણ મેળવીને પોતાના પગ ઉપર ઉભા રહેવા માટેની તાલીમ મેળવવા માટેના શિક્ષણ પર વધુ ભાર મુક્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં કાશ્મીરમાં લેવાયેલા 370ની કલમ અંગેના નિર્ણય પર એમણે ખુબ જ વિસ્તારમાં વાત કરી હતી. એમણે 570 જેટલા રજવાડાઓ એકત્રિત કરીને એક સંયુક્ત રાષ્ટ્ર બનાવનાર લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને આ પ્રસંગે યાદ કરીને એમની ખુમારી પર ગર્વ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગજેરા સંકુલમાં નવનિર્મિત સ્વિમિંગ પુલનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, નાફસ્કોબના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, બેચરભાઈ ભાદાણી, વલ્લભભાઈ કાકડીયા, દિલીપભાઈ રામાણી, વસંતભાઈ ગજેરા, વલ્લભભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા ભાજપ કાર્યાલય
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે તા.15 ઓગષ્ટના રોજ કેન્દ્રીય રાજ્યકક્ષા ના કૃષી મંત્રી શ્રી પરશોામભાઇ રૂપાલાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, અમરડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, વી.વી.વઘાસીયા, કૈાશીકભાઇ વેકરીયા, રવુભાઇ ખુમાણ, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, ધીરૂભાઇ ગઢીયા, રણજીભાઇ વાળા, જયેશભાઇ ટાંક, હિરાભાઇ પડાયા, મધ્ાુભાઇ ચાવડા, ભાવનાબેન ગોંડલીયા, રજંનબેન ડાભી, દિનેશભાઇ પોપટ, જીતુભાઇ ડેર, અલ્કાબેન ગોંડલીયા સહીત ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવેલ કે આ દેશને આઝાદી અપાવવામાં ગુજરાતના અને આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાતના હતા. એવા જ બે ગુજરાતીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવીને કાશ્મીરને સાચા અર્થમાં આઝાદી અપાવી છે. શ્રી રૂપાલાએ કાશ્મીેરના સમર્થનમાં સુત્રોચ્ચાર કરાવ્યા હતા.


error: Content is protected !!