Main Menu

જિલ્લાના ગામડે ગામડે ભાજપના સદસ્ય નોંધતા શ્રી રૂપાલા

ભાજપના વરિષ્ઠ આગેવાન અને સંગઠનનું કુશળ નેતૃત્વ કરનાર કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાએ છેલ્લા બે દિવસમાં ભુતકાળ દોહરાવ્યો હતો જયારે ભાજપની સ્થાપના થઇ તે સમયથી રાજદુત બાઇક ઉપર ગામે ગામ જઇ અને ભાજપના સભ્યો નોંધનારા શ્રી રૂપાલાએ જિલ્લાના ગામડે ગામડે ભાજપના સદસ્ય નોંધ્યા હતા. શ્રી રૂપાલાએ બાબરા તાલુકાના દરેડ, જામ બરવાળા, કરીયાણા, ખંભાળા, કુંકાવાવના સનાળી, નાની કુંકાવાવ, અમરેલીના સણોસરા, ચાડીયા, દેવરાજીયામાં જઇ અને ભાજપના સદસ્યતા નોંધણી અભિયાન અતંર્ગત ાજપના સભ્યોની નોંધણી કરી હતી સભ્ય નોંધવા માટે આવેલા ભાજપના પાયાના આગેવાન શ્રી પરસોતમભાઇ રૂપાલાને ગામે ગામ સમસ્તે વધાવ્યા હતા. શ્રી રૂપાલાની સાથે ભાજપના દિગ્ગજ આગેવાન શ્રી દિલીપ સંઘાણી તથા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિરેન હીરપરા, શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિક વેકરીયા, શ્રી ભુપેન્દ્રભાઇ બસિયા, શ્રી વાલજીભાઇ ખોખરીયા (મામા), શ્રી મયુરભાઇ હિરપરા, શ્રી પ્રેમજીભાઇ નાકરાણી, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી નીતીનભાઇ રાઠોડ, શ્રી લલીતભાઇ આંબલીયા, ખંભાળાના શ્રી સામતભાઇ રાતડીયા, શ્રી રમેશભાઇ ખાચર, શ્રી ભરતભાઇ વિરજીભાઇ પટેલ, શ્રી લાલજીભાઇ કડવાભાઇ જાદવ, શ્રી બાવાલાલ મોવલીયા, શ્રી રાજેશ કાબરીયા, શ્રી દિપક કનૈયા, શ્રી જયંતીભાઇ પલસાણા, મદદ કાયાર્લય અમરેલીના શ્રી મનોજભાઇ વાળા, શ્રી હિરેન વાળા, શ્રી ભરતભાઇ સાકરીયા, શ્રી ધીરૂભાઇ ગઢીયા, શ્રી ચુનીભાઇ ગઢીયા, શ્રી રવજીબાપા ગજેરા, શ્રી કાંતિભાઇ વેકરીયા, પુનીતભાઇ પલાસાણા, શ્રી જયંતિભાઇ પલસાણા, સંતો શ્રી સત્યનારાયણબાપુ તથા શ્રી ઘનશ્યામ સ્વામી, શ્રી દિલીપ સાવલીયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.


error: Content is protected !!