Main Menu

એમેઝોનના જંગલમાં આગ લાગતા અનુષ્કા-અર્જુન કપૂરે બ્રાઝિલ માટે પ્રાર્થના કરી

દૃક્ષિણ અમેરિકા સ્થિત એમેઝોનના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ દૃુનિયાનું સૌથી મોટું રેઇન ફોરેસ્ટ છે. આ રેઇન ફોરેસ્ટમાં આ પહેલાં પણ અનેકવાર આગ લાગી છે. જોકે, આ વખતે આગ ભયાનક રીતે લાગી છે અને તેને કારણે બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં અંધકાર છવાઈ ગયો છે. એમેઝોનના જંગલો પૃથ્વીનો ૨૦ ટકા ઓક્સિજન ક્રિએટ કરે છે. અહીંયા છેલ્લાં ૧૬ દિૃવસથી આગ લાગી છે અને વિશ્ર્વના પર્યાવરણ માટે આ બહુ જ ખતરનાક છે. આ ઘટનાની ગંભીરતા સમજીને બોલિવૂડ સેલેબ્સે પોતાની િંચતા પ્રગટ કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર જંગલમાં લાગેલી આગની તસવીર શૅર કરીને કહૃાું, એમેઝોનનું જંગલ છેલ્લાં એક અઠવાડિયાથી સળગી રહૃાું છે. આ વાત ઘણી જ ડરામણી છે. આશા છે કે મીડિયા આના પર વધુ ધ્યાન આપશે.
અર્જુન કપૂરે કહૃાું હતું કે એમેઝોન રેઈન ફોરેસ્ટમાં આગ, આ ઘણી જ ભયાનક વાત છે. હું વિચારી પણ નથી શકતો કે આની અસર પૂરી દૃુનિયામાં કેવી થશે. આ ઘણું જ દૃુ:ખદૃ છે. એક્ટ્રેસ દિૃશા પટનીએ કહૃાું હતું, એમેઝોનના જંગલોમાં લાગેલી આગ ઘણી જ ભયાવહ છે. પૃથ્વીનો ૨૦ ટકા ઓક્સિઝન અહીંયાથી ક્રિએટ થાય છે. ૧૬ દિૃવસથી અહીંયા આગ લાગી છે. આના પર કોઈ મીડિયા કવરેજ નથી, કેમ?


error: Content is protected !!