Main Menu

બાબરાના બગીચાને અલીગઢી તાળા લાગી ગયા:ખંઢેર જેવી હાલત

બાબરામાં સ્વ.જૈતાભાઇ વાળાની યાદગીરીમાં તેમના પરિવાર દ્વારા દાનથી બગીચાનું નિર્માણ થયેલુ.તે બગીચાને અલીગઢી તાળા લાગી ગયા હોવા ઉપરાંત ખંઢેર જેવી હાલત સર્જાય છે.વારે તહેવારે બાળકોને ફરવા માટેનું એકમાત્ર સ્થળ હતુ.તે પણ બંધ થતા રોષ ફેલાયો છે.બાબરામાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાના હસ્તે આ બગીચાનું લોકાર્પણ થયેલુ.તેને એક વર્ષ માંડ થયુ છે.પણ બગીચાની કોઇ દેખરેખ થતી ન હોવાથી ખંઢેર જેવી હાલત હોય પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોમાં લોકોને ફરવા માટે સુંદર માજાનો બગીચો લોકોને ખાસ કરીને બાળકોને આકર્ષણ રૂપ હતો.આજુ બાજુના ગામોમાંથી પણ લોકો આવતા.પરંતુ નગરપાલીકાની મેલી મુરાદને કારણે તાળા લાગ્યા હોય બીજી તરફ દાતાઓના દાનથી ઉભા થયેલા સ્થળની આ હાલત સર્જાતી હોય તો દાનવીરો પણ વિચાર કરે.તેવી સ્થિતી વચ્ચે રોષ ફેલાયો છે.આ બગીચાની હાલત સુધારી લોકો માટે જરૂરી સુવિધા સાથે કાર્યરત કરવા આ વિસ્તારમાંથી લોક માંગણી ઉઠવા પામી છે.


error: Content is protected !!