Main Menu

અમરેલીમાં જન્માષ્ટમી પર્વે સ્વર્ગની ચૈતન્ય ઝાંખી કરાવાઇ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ તથા ઓજસ્વીની ગૃપ, અમરેલી દ્વારા સૌરાષ્ટ્રપ્રાંત અધ્યક્ષ ડો. જી.જે.ગજેરા ના માર્ગદર્શન નીચે જન્માષ્ટમીના ઉજવણી અમરેલીમાં ભવ્ય રીતે કરવામાં આવી. આ માટે સીનીયર સીટીઝન પાર્કમાં કૃષ્ણ જન્મને અનુલક્ષીને ચાર દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલ. એમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પૂ.ગીતાદીદીના માર્ગદર્શન નીચે ત્રણ દિવસનો સ્વર્ગની ચૈતન્ય ઝાંખી નો કાર્યક્રમ રોજ રાત્રે 4 કલાક સુધી રાખવામાં આવેલ અને ચોથા દિવસે શ્રીનાથજીની ઝાંખી નો કાર્યક્રમ કે જેમાં શ્રીનાથજીના સર્વશ્રેષ્ઠ ભજન-કિર્તનનો કાર્યક્રમ રોનાલ્ડ ઓરકેષ્ટ્રા દ્વારા રાજુભાઇ પંચાલી,શ્રીમતિ ભુમીબેન ગજેરા તથા તેની ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. આ બંને કાર્યક્રમમાં અમરેલીની જનતાએ હજારોની સંખ્યામાં લાભ લીધો. જન્માષ્ટમીની રાતે 12 વાગે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મની ઉજવણી પણ કરવામાં આવેલી જેમાં સૌએ કૃષ્ણ ભગવાનને ઝુલાવવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ દીપી ઉઠે તે માટે અમરેલીની ઘણી બધી વ્યકિતઓ તથા સંસ્થાઓએ હોશભેર સહકાર આપેલ જેમકે નગરપાલીકા,પી.જી.વી.સી.એલ. પોલીસ સ્ટાફ,ફાયર સેફરી સ્ટાફ,લાયન્સ કલબ અમરેલી (મેઇન,સીટી તથા રોયલ), રોટરી કલબ (મેઇન,સીટી તથા ગીર), રોટરેકટ કલબ, વિવિધ શૈક્ષીણક સંસ્થાાઓના આચાર્યશ્રીઓ તથા સંચાલકો, સ્વામી, મંદિર-માણેકપરા, સ્વામી, મંદિર-પાણીકરવાજા, ઇન્ડીયન મેડીકલ એસોસીએશન,નિત્યસુધાનંદ સ્વામીશ્રી, લાલવાવ હનુમાન મંદિરના મહંતશ્રી,પી.આઇ.પડારિયા, સીટી પી.આઇ. મોરી, એલ.સી.બી. પી.આઇ. વાઘેલા, સી.પી.આઇ. રબારી, જેલ અધિક્ષક બાબરીયા તથા અન્ય નામીઅનામી વ્યકિતઓએ આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહકાર આપીને આ સંસ્થાને મદદરૂપ થયા તે માટે આ સંસ્થા તેમનો આભાર માને છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો.જી.જે. ગજેરા- સૌ.પ્રાંત અધ્યક્ષ,નિર્મળભાઇ ખુમાણ-સૌ.પ્રાંત મંત્રી, મનસુખભાઇ રૈયાણી-ભાવનગર વિભાગ અધ્યક્ષ, દડુભાઇ ખાચર-અમરેલી જીલ્લા અધ્યક્ષ, સુરેશભાઇ સોલંકી-જીલ્લા કાર્યકારી અધ્યક્ષ,મજબુતસિંહ બસીયા-જીલ્લા મંત્રી, ડો. દેસાણી, જીલ્લા મંત્રી, ડી.ભાઇ બામટા-જીલ્લા ઉપાધ્યક્ષ, નિતિનભાઇ પંડયા-જીલ્લા ઉપાધ્યક્ષ,જીલુભાઇ વાળા-જીલ્લા મિડિયાસેલ, બાબુભાઇ બામટા-ધર્માચાર્ય પ્રમુખ, ચંદ્રેશભાઇ મહેતા-લીગલ એડવોકેટ, આઇ.કે.સરપદડીયા-લીગલ એડવોકેટ, નિલેશ સોલંકી-વિશ્ર્વ હિન્દુ સમાચાર-જીલ્લા સંયોજક, નિલેશભાઇ ડાયાણી-જીલ્લા અધ્યક્ષ કિસાન પરિષદ, એમ.એમ.પટેલ-પ્રાંતઉપાધ્યક્ષ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, અમરેલીનગરના નનુભાઇ તળાવીયા-શહેર મંત્રી, પ્રો. તળાવીયા-સહમંત્રી, હંસરાજભાઇ બોદર-સહમંત્રી, મનજીભાઇ રાખોલીયા,-અ.તા.પ્રમુખ, સંજયભાઇ પોપટ-શહેર મંત્રી,પંકજભાઇ ખંભાળીયા-સહમંત્રી, દિનેશભાઇ ભરવાડ-સહમંત્રી તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના નિતિનભાઇ વાડદોરીયા-સૌ.પ્રા.મંત્રી હિતેશભાઇ જોષી, અમરેલી જીલ્લા પ્રમુખ વિપુલભાઇ ગજેરા-જીલ્લા મંત્રી,મિલન સોની-અમરેલી શહેર અધ્યક્ષ, ધનાભાઇ કાબરીયા-ઉપાધ્યક્ષ, જીજ્ઞેશભાઇ કયાડા-મંત્રી, કેતન ઉકાણી-મંત્રી, ઉદયનભાઇ રાજપુત-સહમંત્રી, મહેશ લાડવા-સહમંત્રી, કલ્પેશ કોટડીયા-સહમંત્રી, જીત કાબરીયા-સભ્ય, બાલમુકુન્દ વાઢેર-સભ્ય, પંકજ રાજા,જયેશ પરમાર,ભાવેશ બાવીશી, યશ વસાણી તેમજ આ.રા.હિ.પ. ઓજસ્વીનીના શ્રીમતિ ફાલ્ગુનીબેન પંચાલી-જીલ્લા મંત્રી, શ્રીમતિ મિનાબેન સોંડાગર-જીલ્લા પ્રમુખ, શ્રીમતિ અલ્કાબેન ગોંડલીયા-શહેર પ્રમુખ, શ્રીમતિ પ્રજ્ઞાબેન જે.ભટ્ટ-શહેર મંત્રી, કું,રીટાબેન રાઠોડ-મંત્રી વગેરેએ જહેમત ઉઠાવેલ.


error: Content is protected !!