Main Menu

અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કોણ બનશે ?:કાર્યકરોમાં અટકળો તેજ

હાલના જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિરેન હીરપરાનો કાર્ય કાળ પુર્ણ થતો હોય અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કોણ બનશે ? તેની કાર્યકરોમાં અટકળો તેજ બની છે. કારણ કે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખપદે પટેલ અને બિનપટેલ પ્રમુખો સેવા આપી ચૂકયા છે ત્યારે ભાજપનું મોવડી મંડળ કોની ઉપર કળશ ઢોળે છે તેની ઉપર સૌની નજર છે.
ગઇ લોકસભાની ચૂંટણીમાં એક બનીને લડેલા ભાજપના સીનીયર આગેવાનોના નામની ચર્ચા ચાલી રહી છે કારણ કે આગામી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય સીટ ઉપર ફરી ભગવો લહેરાવી શકે તેવા સક્ષમ આગેવાનની શોધખોળ કરાઇ રહી છે અત્રે એ ઉલ્લેખનીય છે કે, એક સમયે ભાજપના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં મોટાભાગની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ તથા પાંચે પાંચ વિધાનસભા કોંગ્રેસને મળી હતી.
અમરેલી જિલ્લા ભાજપમાં પ્રમુખપદ માટે ભાજપના સીનીયર આગેવાનો શ્રી અશ્ર્વીન સાવલીયા,શ્રી ભુપેન્દ્ર બસૈયા, શ્રી મનસુખભાઇ ભુવા, ડૉ. ભરતભાઇ કાનાબાર તથા શ્રી હીરેન હિરપરા અને શ્રી કૌશિક વેકરીયા સહિતના નામો ચર્ચામાં છે.


error: Content is protected !!