Main Menu

સાવરકુંડલામાં કુલ્ફી ખાધા બાદ 56 બાળકોને ઝાડા ઉલ્ટી

સાવરકુંડલા,સાવરકુંડલાના મોમાઇ પરા અને ખાદી કાર્યાલય વિસ્તારમાં 56 જેટલા ભરવાડ અને મુસ્લીમ બાળકોને રેકડીની કુલ્ફી ખાધા બાદ ઝાડા ઉલ્ટીની અસર થતા દવાખાને ખસેડાયા છે અને અહી ડોકટરોની કમી હોય શ્રી દિલીપ સંઘાણીનું ધ્યાન દોરવામાં આવતા તેમણે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલને સાવરકુંડલા ની ઘટનાથી વાકેફ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તંત્રને દોડતું કર્યુ હતુ.
અમરેલી જિલ્લા આરોગ્યની ટીમ સાવરકુંડલા આવવા રવાના થઇ હોવાનું જાણવા મળેલ છે.
દરમિયાન જાણવા મળતી માહીતી અનુસાર રાત્રે દસ બાળકોને અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા છે અને મોડી રાત્રી સુધી દવાખાનામાં ઝાડા ઉલ્ટીના બાળ દર્દીઓ આવી રહયા છે આ બનાવની જાણ થતા અનેક સેવાભાવી આગેવાનો દવાખાને દોડી ગયા છે.« (Previous News)error: Content is protected !!