Main Menu

અમરેલી જિલ્લાના દરિયા અને પોર્ટ ઉપર હાઇ એલર્ટ

રાજુલા,
સમગ્ર દેશ મા આતંકી ખતરો તોળાય રહ્યો છે ત્યારે જે રીતે આઈ.બી. ના ઇનપુટ દ્વારા આતંકી પ્રવુતિ ની શંકા બાદ સમગ્ર ગુજરાતનો દરિયાકાંઠો સતર્ક કરાયો છે ત્યારે અમરેલી જિલ્લા ની દરિયાઈ સીમા પણ સુરક્ષા ની બાબતે અતિ મહત્વપૂર્ણ મનાય રહી છે જ્યારે જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ દરિયાઈ સીમા અતિ સેન્સેટિવ છે ભૂતકાળ મા મુંબઈ 26:11 ના હુમલા વખતે પોરબંદર થી કુબેર નામની બોટ ઉઠાવી આતંકવાદી કસાબ દ્વારા અહીં પીપાવાવ પોર્ટ નજીક આવેલ શિયાળબેટ આગળ એક ટાપુ નજીકથી જ પસાર થયાનું મનાય રહ્યું છે. તેને અનુસંધાને પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સી ઓ જ્યારે જ્યારે એલર્ટ ની વાત આવે છે ત્યારે જરા પણ કચાશ રાખવા માંગતી નથી કેમ કે અગાવ ભૂતકાળ મા આ દરિયાઈ સીમા પર આતંકી પ્રવુતિ થઇ હોવાને કારણે હાલ ના હાઇએલર્ટ મા પોલીસ તંત્ર,કોસ્ટગાર્ડ સહિત ગુપ્ત એજન્સી સેન્ટર એજન્સી સહિત ની મહત્વ પૂર્ણ એજન્સી ઓ હાલ મા રાજુલા પંથક ના જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ જેટી સહિત વિસ્તાર મા સુરક્ષા કર્મી ઓ તૈનાત કરી એલર્ટ જોવા મળી રહ્યા છે જ્યારે જ્યારે પોર્ટ ની જેટી અતિ મહત્વ ની મનાય છે જેના કારણે સુરક્ષા કર્મી ઓ દ્વારા સમગ્ર દરિયાઈ સીમા પર કાંઠા વિસ્તાર મા બાજ નજર રખાય રહી છે.
સાથે જ અહીં સુરક્ષા એજન્સી ઓ તમામ હીલચાલ અને ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે સાથે પોર્ટ ની સિક્યુરિટી ને પણ એલર્ટ કરાય છે સાથે સાથે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ લેન્ડિંગ પોઈન્ટ અને અલગ અલગ વિસ્તાર મા પેટ્રોલિંગ ચેકિંગ હાથ ધરાય રહ્યું છે તો કેટલીક મહત્વ પૂર્ણ જગ્યા એ ગુપ્ત એજન્સી સહિત અનેક સુરક્ષા કર્મી ઓ તૈનાત રખાયા છે હાલ મા જે રીતે હાઇએલર્ટ જાહેર કરાયુ છે તેને લઈ ને પોલીસ પણ આતંકી પ્રવુતિ સામે સજ્જ હોવાનુ જાણવા મળી રહ્યું છે બીજી તરફ પોર્ટ જેટી પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે તો રાજુલા કોસ્ટલ ના જાફરાબાદ વિક્ટર સહિત અનેક બંદરો પર ખાસ નજર રખાય રહી છે.






error: Content is protected !!