Main Menu

સાચા સંત અને સાચુ મંદિર એટલે સાવરકુંડલાનું માનવ મંદિર

રામકથા કરવા જાય સારી આવક થાય અને કારમાં ફરી વ્યાસપીઠ અને ગાલીચા બહાર પગ ન મુકનાર ને આ સાહયબી છોડવી અઘરી હોય છે પણ એક બનાવમાં એક જ ક્ષણમાં વ્યાસપીઠ છોડી પોતાનો પરિવારને પડતો મુકી મનોરોગીઓને સાચવવાની કામગીરી કરનારા વીરલાની વાત આજે અહી પેઇઝ થ્રીમાં કરશુ.
અમરેલી જિલ્લો સંત અને શુરાની ભુમી કહેવાય છે પણ તેમા સાચા સંત અને સાચુંં મંદિર જોવુ હોય તો સાવરકુંડલાનું માનવ મંદિર જોવુ જોઇએ.
આજથી બે દાયકા પહેલા જેનો પડયો બોલ જીલાતો,સૌ મસ્તક નમાવતા અને દોમદોમ સાહયબી વચ્ચે પોણા ત્રણસો રામકથાઓ કરનાર પુ. ભકિતરામબાપુ એક સ્થળે કથા કરી રહયા હતા અને તેની સામે જ વીઆઇપી બેઠક ઉપર એક પાગલ આવ્યો તે શાંત ચીતે કથાનું શ્રવણ કરી રહયો હતો અને એ જ અરસામાં આયોજકોએ તેને ત્યાથી ઉઠાડી મુકયો આ દ્રશ્યએ પુ. ભકિતરામબાપુના જીવનનો યુ ટર્ન આવ્યો હતો અને આ ઘટનાએ અનેક મનોરોગીઓ માટે પુન: સમાજમાં સ્થાપન થવાની આશાના દ્વાર ઉઘાડી દીધા હતા.
આ બનાવ પછી પુ. ભકિતરામબાપુએ કથા બંધ કરતી અને સમાજમાં આવા મનોરોગીઓ માટે શુ કરી શકાય તેની ચીંતા શરૂ કરી પોતાનો પરિવાર હતો પણ મોટો આશ્રમ કરવોપ હોય તો નાણા ન હતા એટલે તેમણે ઓછા ભાવે જમીન મળે તેની શોધ કરી અનેક જગ્યાએ જમીન જોવા ગયા પણ કયાય ચીત ઠરતુ ન હતુ સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર એક ટેકરા ઉપર પુ. ભકિતરામબાપુ ગયા ત્યા તેણે એક હરણીને તેનું બચ્ચુ ધાવતુ હતુ તે જોયુ તે નજીક ગયા છતા હરણી ત્યાથી ગઇ નહી અને આ જગ્યામા તેનો જીવ ઠર્યો અને સાવરકુંડલાના ભામાશા કહેવાતા શ્રી ઘનશ્યામભાઇ ડોબરીયાની કુંડલાના હાથસણી રોડ ઉપર આવેલી આ જમીન સાવ ઓછા ભાવે આપવાનું શ્રી ડોબરીયાએ વચન આપ્યુ.
કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે એ ન્યાયે પુ. ભકિતરામબાપુના આ ભગીરથ કાયર્ને સહકાર મળ્યો મુળ કાત્રોડીના વતની પુ. ભકિતરામબાપુએ મિત્રો સેવકો અને દાતાઓ સાથે ચર્ચા કરી તેમના સહયોગથી અહી 10 વીઘા જમીનમાં આશ્રમ બનાવ્યો . તા. 28-8-2011ના ભુમીપુજન કરાયું. જાણીતા લોકસાહિત્યકાર શ્રી મનસુખભાઇ વસોયા તથા સાવરકુંડલાના સેવાભાવી પીઢ પત્રકાર શ્રી સુર્યકાંત ચૌહાણ જેવા સેવાભાવીઓનો સાથ મળ્યો અને મનોરોગીઓ માટે શરૂ કરેલ માનવમંદિર આશ્રમમાં સૌ પહેલી મનોરોગી દિકરી આવી તે ગાયનેક ડોકટર હતી પણ સંજોગોએ તેની માનસિક હાલત બગાડી નાખી હતી આ જગ્યામાં તે દિકરી સાજી થઇ ગઇ આજ પ્રમાણે માનવમંદિરમાં આજ સુધીમાં કુલ 68 મનોરોગીઓને સ્વસ્થ કરાયા છે અને સમાજમાં તેનું પુન:સ્થાપન કરવામાં આવ્યુ છે.
આમા સાજી થયેલી પાંચ દિકરીઓને તો પરણાવીને સાસરે મોકલાઇ હતી અહી કોઇ કોમના ભેદભાવ નથી પાંચ લગ્ન કરાયા અને એક નિકાહ પણ કરાયા આ આશ્રમમાં માત્ર માનવીનીે જ સેવા થાય છે. પુ. ભકિતરામબાપુએ આશ્રમ શરૂ કર્યો ત્યારથી આજ સુધી આઠ વર્ષથી કોઇ પાસે એક પણ રૂપિયાનો ફાળો ન થી માંગયો લોકો ત્યા આવે અને આ પ્રવૃતિ જોઇને સામેથી મદદ કરે અત્યારે પણ દર મહીને ચારેક લાખની આસપાસ ખર્ચો થઇ જતો હોય છે પણ સારા કામને કોઇની રાહ નથી હોતી એસવાયબીએ સુધી અભ્યાસ કરેલ પુ. ભકિતરામબાપુના માનવમંદિરને ઇશ્ર્વર ચલાવી રહયા છે તેને કોઇને કોઇ મદદ પહોંચી જાય છે. આજે પણ પુ. ભકિતરામબાપુ 48 મનોરોગી દિકરીઓને સાચવીને તેની સારવાર પણ કરાવી રહયા છે અમરેલીથી જાણીતા સાઇકયાટ્રીક વિવેક જોષી વિનામુલ્યે સેવા આપવા જાય છે અને દુરદશર્નના સેવાભાવી શ્રી ચંદ્રેશભાઇ બાબરીયા પોતાની કારમાં ડોકટરને ત્યા લઇ જાય છે. તો કાવેરી ગોળવાળા નાસીર ટાંક આશ્રમને કયારેય ગોળ ખાંડની તાણ નથી પડવા દીધી સમાજની તરછોડાયેલી અને અત્યાચારનો ભોગ બની સાજ ગુમાવી દેનાર દિકરીઓની અહીયા સગા માવતરની જેમ સંભાળ લેવાય છે.અને સાચા અથર્માં માનવ માટેનું આ મંદિર છે.


error: Content is protected !!