Main Menu

અમરેલીમાં પુજય હરીરામબાપાના અસ્‍થીકુંભનું ભવ્‍ય સામૈયું

અમરેલી,
અમરેલીમાં આજે પ્રાતઃ સ્‍મરણીય સંત પૂ. હરીરામબાપાના અસ્‍થિકુંભનું ભવ્‍ય સામૈયુ કરવામાં આવ્‍યું હતુ. અમરેલીમાં બનનારા પૂ. બાપાના સમાધીમંદિરમાં પૂ. બાપાના અસ્‍થિફુલ અને ચરણ પાદુકા અમરેલી ખાતે અમરેલી રઘુવંશી સમાજના આગેવાનો નાગપુર લેવા ગયા ગયા હતા માર્ગમાં આવતા તમામ સ્‍ટેશનો ઉપર ભવ્‍ય સામૈયા કરાયા બાદ આજે અમરેલીમાં પૂ. બાપાના અસ્‍થિકુંભનું ભવ્‍ય સામૈયું કરી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શ્રી જીતુભાઇ ગોળવાળા, શ્રી રમણીકભાઇ ગઢીયા, શ્રી જીતુભાઇ ફ્રુટવાળા, શ્રી અંતુભાઇ સોઢા, શ્રી એડી રૂપારેલ, શ્રી સતીષભાઇ આડતીયા, શ્રી જગદીશભાઇ સેલાણી, શ્રી પી.પી.સોજીત્રા, શ્રીમતી અલ્‍કાબમહેન ગોંડલીયા, શ્રી શરદભાઇ ધાનાણી, શ્રી જયશ્રીબેન ડાબસરા, શ્રી હંસાબેન જોષી, શ્રી જીતુભાઇ ડેર, શ્રી કાળુભાઇ પાનસુરીયા, શ્રી મહેન્‍દ્રભાઇ સાદરાણી, શ્રી નિત્‍યસુઘ્‍ધાનંદજી, શ્રી જવાહરભાઇ, શ્રી નરેશ અઘ્‍યારુ, અગ્રણી સેવાભાવી શ્રી દિલીપભાઇ પરીખ, અવધ ટાઇમ્‍સના શ્રી રોમીલ ચૌહાણ, શ્રી રાજુભાઇ વસાણી, શ્રી કેતન સુચક, શ્રી શૈલેશ સુચક, શ્રી વિમલ સુચક,શ્રી મનીષ હસુભાઇ વસાણી, શ્રી રોમીલ ગઢીયા, શ્રી રમેશભાઇ મજીઠીયા, શ્રી મહેશ સોમૈયા (કાનો) તથા ઠકકર યુવા સંગઠન અને શ્રી જલારામ ધુન મંડળ તથા અમરેલી લોહાણા મહાજન સમાજ જોડાયો હતો.