Main Menu

હિંડોરણાનો પુલ જર્જરિત : પુલ નીચે કાઢેલુ ડ્રાઈવર્જન પાણીની આવકને કારણે તુટતા ટ્રાફિક જામ થઇ ગયો

રાજુલા, ગતિશીલ ભાજપ ની ગુજરાત મા સરકાર અને માર્ગો નેશનલ હાઇવે માં કરોડો રૂપિયા ના ખર્ચ ના દાવા માત્ર ભાષણો મા સાબિત થયા છે વાત છે અહીં રાજુલા ના હિંડોરણા પુલ ની અહીં 1 વર્ષ જેટલા સમય થી ગંભીર સમસ્યા ઉભી થય છે અને નેશનલ ઓથોરિટી અને તંત્ર રાજકીય પ્રતિનિધિ ઓ આ તમાશો જોય રહ્યું છે આ પુલ મુદ્દે કાયમી નિરાકરણ આવે તેવુ કોઈ ઇચતુ નથી તે વાત આજે સાબિત થય ચુકી છે અહીં 5 દિવસ પહેલા મસમોટુ રાજુલા ના હિંડોરણા પુલ પર ગાબડુ પડી ગયુ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો અને પુલ નીચે થી ડ્રાયવજન કાઢવા મા આવ્યુ હતુ ઘાતરવડી નદી મા પુર આવ્યુ તેમ છતાં જોખમી રીતે અહીં ટ્રકો 2 દિવસ સુધી પસાર થયા અને તંત્ર અને અધિકારી ઓ એ આ નજારો જોયે રાખ્યા કોઈ એ અકસ્માત ની પ્રવાહ પણ કરી નહિ આખરે ઘાતરવડી ડેમ મા પાણી ની સતત આવક થવા ના કારણે તંત્ર દ્વારા 3 દરવાજા રાતે ખોલ્યા અને ઘાતરવડી નદી પુલ નીચે ધસમસતો પ્રવાહ આવ્યો અને ડ્રાયવજન બનાવેલુ તૂટી ગયુ અને ઉધોગો માં જતા ટ્રકો સહિત વાહમ વ્યહાર બંધ થયો એસ.ટી.ના અનેક રૂટો પણ હાલ મા ટલે ચડી ગયા છે બસ ના રુટો વહેલા મોડા થયા અને ઉધોગો મા જતા બસ ટ્રક ટ્રેલરો સિમેન્ટ ના ટેન્કર સહિત ઉધોગો માંથી આવતી બસો પણ અટકી ગઈ અનેક વાહનો હિંડોરણા પુલ આસપાસ રોકાયા છે તો અનેક ટ્રક ચાલકો બસ ચાલકો ઉતાવળા બની પુલ પર આવી ચડતા વાહન વ્યહાર બંધ થય ચુક્યો છે અને સ્થિતિ ગંભીર બની છે વાહન ચાલકો ના ટ્રાફિક ના કારણે હિંડોરણા ગ્રામજનો પણ પરેશાન થયા છે અને માથાના દુખાવા રૂપ સમસ્યા ઉકેલવા કોઈ ને પણ રસ નથી અને અહીં રાજુલા જાફરાબાદ પંથક ના વાહન ચાલકો પણ તોબા પોકારી ઉઠ્યા છે તંત્ર અને નેશનલ ઓથોરિટી ના સંકલન નો અભાવ પણ જોવા મળી રહ્યો છે


error: Content is protected !!