Main Menu

વિયેટનામના વડાપ્રધાન ગુયેન ઝુઆન ફુક સાથે પી.એમ.હાઉસમા મીટીંગ યોજાઈ

અમરેલી, વિયેતનામ ખાતે યોજાયેલ સહકારી સેમીનારમા ઉપસ્‍થિત દેશ-વિદેશના સહકારી આગેવાનોએ આજ રોજ નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાથે વિયેટનામના વડાપ્રધાન ગુયેન ઝુઆન ફુકના સતાવાર નિવાસ્‍થાન પી.એમ.હાઉસ ખાતે મીટીંગ યોજાયેલ જેમા સહકારી પ્રવૃતિની વિસ્‍તૃત ચર્ચા કરવામા આવેલ.
વડાપ્રધાનના નિવાસ્‍થાને યોજાયેલ મીટીંગમા ફુકે સૌને આવકારી વિશ્‍વની સહકારી પ્રવૃતિની કાર્યશૈલી અને ભાવિ આયોજન અંગેની વિગતો જાણીને પ્રભાવિત થયા હતા ખા તકે દિલીપભાઈ સંધાણી, એન.સી.યુ.આઈ.ના પ્રેસીડેન્‍ટ ડો. ચંદ્રપાલસિંહ યાદવ સહિત ગણમાન્‍ય સહકારી હસ્‍તીઓ ઉણસ્‍થિત રહેલ તેમ એક પ્રેસ યાદીમા જણાવાયેલ છે.