Main Menu

અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયને ઝેરી સર્પે દંશ દીધો : ચમત્કારીક બચાવ

અમરેલી, ગુજરાત પોલીસનું ગૌરવ અને અભુતપુર્વ લોકચાહના ધરાવતા અમરેલીના નિષ્ઠાવાન એસપીશ્રી નિર્લિપ્ત રાયનો સર્પદંશ થવા છતા ચમત્કારીક બચાવ થયો હતો. જાણવા મળતી માહીતી અનુસાર રવીવારે એસપીશ્રી નિર્લિપ્ત રાયને તેમના નિવાસ્થાને જ અત્યંત ઝેરી ગણાતા વાઇપર પ્રજાતીના સર્પે દંશ દીધો હતો અને તેમના રકતમાં સાપનું ઝેર ભળી જતા ઝેરી અસર સાથે તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી, આજે સોમવારે તેમને સારવાર બાદ રાજકોટ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હાલમાં તેઓ સંપુર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળેલ છે.


error: Content is protected !!