Main Menu

સાવરકુંડલા બ્રાહ્મણ વૃદ્ધે અંતિમ શ્ર્વાસ મુસ્લિમ મિત્રના ઘરે લીધા

સાવરકુંડલા,સાવરકુંડલા ના નાવલી કાંઠા ની તાસીર જ કઈ જુદી છે અહી મિત્રતા ભાઈબંધી જુગલ બંધિ નો કોમી એકતા નો ઉચ્ચ કીસો સામે આવ્યા છે.પચાસ વર્ષ થી મુસ્લિમ મિત્ર અને બ્રાહ્મણ મિત્ર ની મિત્રતા આ સમય માં કાબીલેદાદ છે.અહી ભીખા ભાઈ કુરેશી અને ભાનુ શંકર પંડ્યા ગાઢ મિત્રો અને બને મજુરી સાથે કરી અને બને મિત્રો એ એકાદ વર્ષ માં અનંત ની વાટ પકડી. બને મિત્રો જીવ્યા સાથે સાથે આ બ્રાહ્મણ ભાનુશંકર પણ આ મુસ્લિમ પરિવાર સાથે રહેતા. અને ઘરના સદસ્ય હતા જે નું ગઈ કાલે અચાનક નિધન થતા મુસ્લિમ પરિવારે હિંદુ શાસ્ત્રોક વિધિ પ્રમાણે તેમની ક્રિયા જનોઈ ધારણ કરી. કાંધ આપી પછી અગ્નિ દાહ મુસ્લિમ પુત્ર આપી ભાનુ શંકર દાદા ને પંચમહાભૂત માં વિલીન કર્યા. ભાનુશંકર ના ચાર માંનેલા મુસ્લીમ દીકરાઓએ કાંધ આપી અને બ્રાહ્મણો એ જણાવ્યું તે મુજબ જનોઈ ધારણ કરી હિંદુ મિત્રો ની મદદ વડે તેમના અંતિમ સંસ્કાર મુસ્લિમ પુત્રો એ કર્યાં. ત્યારે એકજ વર્ષ માં હિંદુ અને મુસ્લિમ બને મિત્રો અનંત ની વાટે જતા રહેતા તેમના પુત્રો નોધારા બન્યા છે. ત્યારે પચાસ વર્ષ થી ભાનુશંકર ભીખાલાલ અને તેના મુસ્લિમ મિત્ર એક ઓરડા માં રહેતા. અને સાથે ખાતા પિતા મુસ્લિમ પુત્ર વધુ ઓ વાર તહેવારે ભાનુ શંકર દાદા ને પગે લાગે અને દાદા રાજી થઇ. ઈદ હોય તો ઈદીની મુબારકબાદી આપે ત્યારે કાયમ મુસ્લિમ પરિવાર સાથે રહેતા. બ્રાહ્મણ વડીલ જીવ્યા મુસ્લિમ પરિવાર સાથે અને મૃત્યુ પણ મુસ્લિમ પરિવાર ના આંગણે ગંગા જળ પિતા પિતા મૃત પામ્યા ભાનુ શંકર દાદા આજ પરિવાર હતો.અને મુસ્લિમ મિત્ર ના પુત્રો જ તેમના પુત્રો માનતા જેથી ભાનુશંકર દાદા નું અચાનક નિધન થતા અબુ કુરેશી નાશીર કુરેશી જુબેર સહિત ના તેમના દીકરા અને જમાઈ હનીફ ચોહાણ સાથે મળી તેમના હિંદુ મિત્રો ને બોલાવવી ભૂદેવ સંદીપ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક વિધિ મુજબ તેમના મુસ્લિમ દીકરાઓ અગ્નિ દાહ આપે છે. બને મિત્રો હિંદુ મુસ્લિમ મિત્રો ગાથા જોઈ એ તો પચાસ વર્ષ પહેલા ની બને ની ભાઈ બંધિ છે. ભીખાભાઈ કુરેશી ટીફીન લાવે અને બને મિત્રો હરખ થી ખાઈ પાછા મજુરી એ લાગે. ત્યારે અચાનક મજુરી વેળા ભાનુ શંકર પંડ્યા નો પગ ભાંગે ત્યારે ભાનુ શંકર ને કોઈ પરિવાર ન હોવાથી તેમના મિત્ર ભીખા ભાઈ કુરેશી તેમને ઘરે લાવે છે. અને પછી આજીવન આ બ્રાહ્મણ યુવક વૃધા અવસ્થા અને મૃત્યુ કાળ સુધી આ મુસ્લિમ પરિવાર ને પોતાનો પરિવાર માની તેમની સાથેરહે છે. ધર્મ ની કોઈ આડશ નથી સવારે ભાનુ શંકર પૂજા પાઠ કરે અને મુસ્લિમ પુત્ર વધુ ઓ નાસ્તો આપે તે આરોગી મજુરી એ યાર્ડ માં જતા રહે. બાદ માં સાંજે આ પરિવાર માં નાના નાના પોત્ર પોત્રી ઓ ને આંટો મરાવે અને બાળકો સાથે જીવન સુખમય રીતે જીવન જીવી રહ્યા હતા. ત્યારે તેમના તેમના મિત્ર ભીખુભાઈ કુરેશી જન્નત નસીન થતા આ બ્રાહ્મણ મિત્ર પર આભ તૂટી પડ્યું હતું .અને મિત્ર ના જન્નત નશીન થયા ને એક વર્ષ માં તેમણે પર અનંત ની વાટ મુસ્લિમ પરીવાર ના ઘર માંથી પકડી હતી જેથી મુસ્લિમ પરિવાર પણ હાલ અતિ ગમગીન છે. ત્યારે ભાનુભાઈ ના પરિવાર માં કોઈ ન હોવાથી આ મુસ્લિમ પુત્રો જ તેમનો પરિવાર હતો. જેથી બ્રાહ્મણો ને મુસ્લિમ પુત્રો બોલાવી તેમની વિધિ હિંદુ શાસ્ત્રો પ્રમાણે કરાવે છે. જયારે કાંધ આપવામાં આવે ત્યારે બ્રહ્મ સમાજ માં રીવાજ છે કે જનોઈ ધારણ કરવી પડે ત્યારે આ મુસ્લિમ પુત્રો ભાનુશંકર ને બાપ જ માની જનોઈ ધારણ કરે છે. અને કાંધ આપી તેમને મુસ્લિમ પુત્રો જ અગ્નિ દાહ આપે છે. ત્યારે પચાસ વર્ષ સુધીમુસ્લીમ પરિવાર સાથે બ્રાહ્મણ રહે છે. અને મૃત્યુ પણ ત્યાં જ પામે છે જે આજ ના સમય માં નોંધનીય છે કોમી એકતા ની મિસાલ આથી વધુ હોઈ જ ના શકે. આ કિસ્સો સાવરકુંડલા માં કોમવાદ અને વય મનસ્ય ફેલાવનારા માટે સબક રૂપી છે. માટે બ્રહ્મસમાજ ના અમરેલી જિલ્લા ના અગ્રણી પરાગભાઈ ત્રિવેદી . ચિરાગભાઈ આચાર્ય ,અતુલ પંડ્યા, સંદીપ ભટ્ટ, નીલેશ મહેતા લાલો, સંજય ખાંટ, સેવાભાવિ હિતેશ સરૈયા સહીત ના અગ્રણીઓ આ મુસ્લિમ પરિવાર ને સાંત્વના પાઠવા પહોચ્યા હતા. અને સાંત્વના પાઠવી હતી ત્યારે આસપાસ ના ભીખુભાઈના પાડોશી પરશોતમભાઈ, સાગર પ્રફૂલભાઈ માળવી રમેશ પાંડવ મગનદાદા ગઢિયા, વાળા ધીરુભાઈ,ધૂળધોયા નરેશ દેવમુરારી સહીત ના પાડોશીઓ પણ તેમની અંતિમ ક્રિયામાં પહોચી સદગતની આત્મા ની શાંતિ માટે પ્રાથના કરી હતી.


error: Content is protected !!