Main Menu

બાબરામાં દોઢ ઈંચ, બગસરા, વડીયા 1 ઈંચ, ખોડિયાર, સ્ાૂરવો ડેમ છલકાયાઅમરેલી

અમરેલી જિલ્લામાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે અન્ો ગાજવીજ સાથે બાબરા, બગસરા, વડીયા, ધારી, ખાંભા, સાવરકુંડલા, લીલીયા સહિતના વિસ્તારોમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ અન્ો વડીયાનો સ્ાૂરવો ડેમ છલકાઈ જતાં ખુશી વ્યાપી ગઈ છે.
અમરેલી જિલ્લામાં આજે સાંજથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અન્ો ધીમીધારે વરસાદ શરુ થયો હતો. સૌથી વધુ બાબરા અન્ો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ, બગસરામાં ધોધમાર 1 ઈંચ, વડીયામાં 1 ઈંચ, લીલીયામાં પોણો ઈંચ, ખાંભા, ધારી અન્ો સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.
મોડી રાત્રે શેત્રુંજી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદૃના કારણે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ 7પ ફૂટે આખો ભરાઈ ગયો છે અન્ો પાણી ઓવરલો થઈન્ો વહેતાં ગમે ત્યારે દરવાજા ખોલવા પડે ત્ોવી સ્થિતિ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોન્ો એલર્ટ કરવામાં આવ્યઠાં છે અન્ો નદીના પટમાં ન જવા સ્ાૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વડીયાનો સ્ાૂરવો ડેમ પણ 16.પ6 ફૂટે આખો ભરાઈ જતાં ગમે ત્યારે છલકાય ત્ોવી સ્થિતિ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અન્ો લોકોએ નદીના પટમાં ન જવાની સ્ાૂચના આપવામાં આવી હતી.
લીલીયાના ભેંસાણ ગામે બપોરના સમયે પ્રાથમિક શાળાના મેદાનમાં વીજળી ત્રાટકતા ખળભળાટ મચી ગયો હતો. તમામ વીજ ઉપકરણો બળી ગયા હતાં. જો કે કોઈ જાનહાની થઈ નથી. ધારી તાલુકાના સરસીયા ગામની નદીના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પ્ાૂર આવ્યું હતું.


error: Content is protected !!