Main Menu

અમરેલીમાં કચરાના ઢગમાંથી ચૂંટણીકાર્ડનો જથ્થો મળી આવતા ખળભળાટ

અમરેલી,
અમરેલીમાં કચરાના ઢગમાંથી ચૂંટણીકાર્ડનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીના કચરાના ઢગલામાંથી 600 જેટલા ચૂંટણી કાર્ડ મળી આવ્યા હોય ચોંકી ઉઠેલ તંત્ર દોડી ગયું હતુ અને કાર્ડ કબજે કર્યા હતા.
આ 600 જેટલા કાડર્માં 160 અમરેલી જિલ્લાના તથા બીજા કાર્ડ અન્ય જિલ્લાના છે અમરેલી કોંગ્રેસ યુવા આગેવાન શ્રી શરદ ધાનાણી દ્વારા જીણવટભરી તપાસની માંગ કરવામાં આવી છે અને એવી શંકા દર્શાવાઇ છે કે, બનાવટી ચુંટણી કાર્ડ છાપવાનું અને લોકશાહી સાથે ચેડા કરવાની કોશીશ છે.
આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ આલે જણાવેલ કે, આ કાર્ડ પડયા હતા તે જગ્યાના સીસી ટીવી ફુટેજ મેળવીને તેની ઇન્કવાયરી તેઓ પોતે ચલાવી રહયા છે અને જેમના જેમના આ કાર્ડ છે તે તમામ મતદારો તંત્ર પહોંચશે અને આમા કાર્ડ બનાવવાનો જેમને કોન્ટ્રાકટ અપાયો છે.તે અમરેલી જિલ્લાની એજન્સી ઉપરાંત સ્ટેટ કક્ષાની એજન્સીની પણ મદદ લેવાશે. શ્રી આલે જણાવેલ કે જેટલાના કાર્ડ મળ્યા છે તે તમામના કાડર્ને ઓનલાઇન સર્ચ કરી મતદારનો સંપર્ક કરી વેરીફાઇ કરાશે અને હાલમાં બે જગ્યાના સીસી ટીવી ફુટેજ પોતે મેળવી આ કાર્ડ કોણ નાખી ગયું તેની સર્વ પ્રથમ તપાસ કરાનાર હોવાનું શ્રી આલે જણાવેલ છે. બીજી તરફ આ તમામ આઇ કાર્ડ વેસ્ટેજ હોવાનું તારણ નિકળી રહયું છે કાર્ડ બનાવનાર એજન્સીએ વેસ્ટેજ કાર્ડનો મામલતદારની સુચના પ્રમાણે કટીંગ કરી નાશ કરવાનો હોય છે પણ તેમાં ગફલત રહીે ગઇ છે કે કૌભાંડ છે તેની તપાસ ચાલી રહી છે સાંજે ચૂંટણી અધિકારીશ્રી રાજેશ આલ તથા મામલતદારશ્રી અને સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ શ્રી મહેશ મોરી દ્વારા બેઠકો અને તપાસનો દોર શરૂ થયો છે.



« (Previous News)



error: Content is protected !!