Main Menu

ચિરાગની હત્યાની આશંકા દર્શાવતા અનેક મુદાઓની તપાસ માંગતા વિધવા માતા

અમરેલી,
સાવરકુંડલા પંચવટી સોસાયટી પાસે હરીકૃષ્ણ કોમ્પ્લેક્ષ પાછળ રહેતા જ્યોતિબેન જીતેન્દ્રભાઇ માધવાણીએ પોતાના પરણીત પુત્ર ચિરાગ જીતેન્દ્રભાઇ માધવાણીના મોતને શંકાસ્પદ જણાવીને એસપી પાસે રજુઆત કરી છે કે, અમોને શંકા છે કે મારા પુત્રનું ખરેખર એક્સીડેન્ટ થયેલ નથી.પરંતુ તેમનું મર્ડર થઇ ગયેલ હોય. આ બાબતે અમો ન્યાય મેળવવા માંગીએ છીએ.અમોને હાલ કોઇની ઉપર શંકા નથી. પરંતુ બનાવ જે રીતે બનેલ છે તે શંકા ઉપજાવે તેવો છે. શંકાના કારણમાં પરિવાર દ્વારા જણાવાયું છે કે, ચિરાગનો હાથ ભાંગી ગયો ગળામાં ચોરો હતો અને હાથ તથા ખંભા બાંધ્ોલા હોય તે રીતે હતા તથા તેનું વાહન અકસ્માતમાં મોત થયું હોવા છતાવ પણ તેના શરીર ઉપર કપડા અકબંધ હતા જે શંકાજનક છે.પરિવારનો આધાર એવો ચિરાગ અકાળે મોતને ભેટતા પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. આ બનાવની યોગ્ય દિશામાં ન્યાયીક તપાસ થાય તે માટે અમરેલી જીલ્લા પોલીસ વડાને લેખીત અરજી પાઠવી છે.જેની નકલ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને મોકલી આપેલ છે.






error: Content is protected !!