Main Menu

સાવરકુંડલાના ચિરાગ માધવાણીના રહસ્યમયી મોતની તપાસ માટે એસપીશ્રીને આવેદન આપતો રઘુવંશી સમાજ

અમરેલી,અમરેલી તથા સાવરકુંડલાના લોહાણા મહાજનના આગેવાનો દ્વારા અને પાંચ દિવસ પહેલા કુંડલાના વિજપડી રોડ ઉપર શંકાસ્પદ રીતે મોતને ભેટેલા રઘુવંશી યુવાનના મોતની તપાસ માટે અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય સમક્ષ આવેદન આપી રજુઆત કરાઇ હતી તથા આ યુવાનના માતાએ પણ એસપીને લેખિત રજુઆત કરી હતી અને પોલીસ દ્વારા પણ તટસ્થ જીણવટભરી તપાસની ખાત્રી અપાઇ હતી. લોહાણા સમાજના આગેવાનોએ આવેદનમાં જણાવ્યું હતુ કે, ગત તા.17/9ના રાત્રીના સમયે સાવરકુંડલા તાલુકાના રામગઢના બસ સ્ટેન્ડથી આશરે દોઢ કિ.મી. દુર ચિરાગ જીતેન્દ્રભાઇ માધવાણીનું શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ હોય.જે ખરેખર મર્ડર હોવાની પુરેપુરી શંકા હોય, તેવા સંજોગોમાં અવસાન પામનાર ચિરાગભાઇના ઘરમાં માત્ર તેની વિધવા માતા અને તેની પત્નિ ઉપર ખુબજ મોટી આફત આવી પડેલ હોય. હાલ તેઓ નિ:સહાય તેમજ નીરાધાર હાલતમાં આવી પડેલા હોય. તેવા સંજોગોમાં જે મૃત્યુ થયેલ છે તે ખુબજ શંકાસ્પદ રીતે થયેલ છે.અને સમાજના તમામ લોકોની લાગણી તેમની સાથે છે.ખરેખર આ બાબતે શું હકીકત બનેલ છે. તેની ન્યાયીક અને યોગ્ય તપાસ થવી જરૂરી છે.સમાજના લોકો એવુ પણ ઇચ્છે છે કે આ ગુન્હાની તપાસ સીઆઇડી ક્રાઇમ મારફતે કરવામાં આવે. અથવા તો આપ તરફથી કાબેલ અને સાઇન્ટીફીક રીતે તપાસ કરી શકે તેવા ઉચ્ચ અધિકારીઓની સ્પેશીયલ ટીમ બનાવી આ બાબતે તપાસ કરવામાં આવે તેવી સમગ્ર લોહાણા સમાજની માંગણી છે. જે રીતે બનાવ બનેલ તે પ્રથમ દર્શનીેય રીતે અકસ્માતનો બનાવ હોય તેવુ જણાતુ નથી.તેથી બનાવ ખુબજ ગંભીર અને શંકાપ્રેરીત છે.તેવા સંજોગોમાં ગુજરનારના ઘરનાં સભ્યોને ન્યાય મળે તે ખુબજ જરૂરી રહેલુ છે.જેથી અમોને આપ ઉપર સંપુર્ણ પણે વિશ્ર્વાસ એન ભરોસો રહેલ છે.સમગ્ર લોહાણા સમાજની લાગણીઓ ગુજરનારના પરિવાર સાથે હોય. જેથી આપના દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી અમારા સમાજની માંગણી છે.આવેદન પત્ર જીલ્લા પોલીસવડાને પાઠવવા સમયે જગદિશભાઇ માધવાણી, વિજયભાઇ વસાણી, મહેશભાઇ મશરૂ, હેમાંગભાઇ ગઢીયા, રાજુભાઇ નાગ્રેચા, પીયુષભાઇ મશરૂ, ભીખાભાઇ માધવાણી, મયુરભાઇ માધવાણી, ધર્માંગભાઇ મશરૂ, ડો .કાનાબાર, જે.પી. ગોળવાળા,જયસુખભાઇ પોપટ, યોગેશભાઇ કોટેચા, પી.સી. વણજારા સહિતના લોહાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.






error: Content is protected !!