Main Menu

ધારી નજીક પરબડીમા એક સાથે 14 વનરાજો આવી ચડતા ભરબપોરે છ ગાયોના મારણ કર્યા

ચલાલા,ધારી તાબા ના પરબડી ગામે ભર બપોરે એકી સાથે છ સીહોનુ ટોળું આવી ચડતા પશુ પાલકો ખેડુતો મા અફડા તફડી તથા ભારે ભય નો માહોલ સર્જાયો હતો ત્યારે હાલ ખેતી ની સીજન ચાલુ હોય ત્યારે દરેક ખેતરોમા વાવેલ પાક પણ ખુબ ઉંચાઇ વાળા થઇ ગયેલ હોય ત્યારે આવી જગ્યા મા છુપાઇ બેઠેલા આ અતી ભયંકર સીંહો ગમે ત્યારે ખેડુત ખેતમજૂર કે પશુપાલકો તથા કાયમી સીમમા રહેતા મજુરો તથા તેના પરીવાર ઉપર ગમે ત્યારે મોત બની ત્રાટકે તેવી ભીતી સેવાઇ રહી છે તેટલુ જ નહી નાના એવા પરબડી ગામમાં છાશવારે દીપડા માલધારી ઓ ના ધરમા ઘરી મારણ કરે છે ત્યારે આ વિસ્તારના દરેક લોકો ને પોતાનુ તથા પોતાના પરીવાર નુ તથા પશુઓનુ તથા પોતાના ખેતર વાડી મા પોતાની રોજીરોટી સમા પાક નુ રક્ષણ કરવુ અતી મુશ્કેલ બન્યુ છે ત્યારે રાનીપશુઓના ભયના ઓથાર વચ્ચે ગામના અંદાજે ત્રીસ વિદ્યાર્થીઓ ગામમાં બસ આવતી ન હોવાથી દરરોજ બે કીલોમીટર ચાલી અન્યશહેરમાં અભ્યાસ કરવા જાય છે ત્યારે જો સત્વરે આ વિસ્તારના લોકો પશુઓ તથા વાડીયુ તથા ખુલ્લા કૂવાઓ ને સરકાર તથા વનવિભાગ દ્વારા આરક્ષિત કરવા મા નહીં આવેતો ગમે ત્યારે મોટી જાનહાની અથવા તો ખુલ્લા કુવાઓ તથા વાડીયુ મા લીધેલ વીજજોડાણ કે વીજ ઉપકરણો કે ખેતી ના પાકોમાં છાંટવાની જંતુનાશક દવાઓ થી પણ રાની પશુઓ સહીત અન્ય વન પ્રાણીઓ પર પણ ખતરો છે ત્યારે આવી અનાયાસે કોઇ ગંભીર પરીસ્થિતી ઉભી થાય ત્યારે નિર્દોષ ખેડુતો કે પશુપાલકો પર ખોટા આક્ષેપો થાય છે ત્યારે રાનીપશુઓ તથા વન્યપ્રાણીઓતથા આ વિસ્તારના દરેકલોકો પશુપાલકો ખડુતો ખેતમજૂરો સુરક્ષીત રહે તેવા પાવન હેતુ થી સરકારશ્રી તથા વન વિભાગ દ્વારા યોગ્ય સર્વે કરાવી વિવિધ યોજનાઓ નો લાભ પશુપાલકો તથા ખેડુતો ને આપવા આવે તો રાનીપશુ ઓ તથા વન્યપ્રાણી તથા માલધારી તથા ખેડુતો સહીત ના દરેક લોકોને ઘણુ સુરક્ષાકવચ મળશે .


error: Content is protected !!