Main Menu

રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસોસીએશનના વિવિધ પ્રશ્ર્ને ડીસીપી શ્રી જાડેજાને રજુઆત કરતા દશરથભાઇ વાળા

રાજકોટ,રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસોસીએશનના વિવિધ પ્રશ્ર્ને ડીસીપી મનોહરસિંહ જાડેજાને રજુઆત કરવામાં આવેલ. ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રશ્ર્નો જેવા કે આર.ટી.ઓ.ની કનડગત, એસ.ટી. ડીવીઝન, ટ્રાફીક પોલીસના જુદા જુદા પ્રશ્ર્નો જેવા કે, પાર્કીગ, પેસેન્જર્સ બાબાતે તેમાં ટ્રાફીકના નિયમોનું પાલન વિગેરે બાબતે ચર્ચા કરતા તમામ સભ્યોના પ્રશ્ર્નો સાંભળી તેનુ નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ. અને ડિપાર્ટમેન્ટ તરફથી હવે પછી કોઇપણ જાતની ખોટી હેરાનગતી નહી થાય તેવી ખાતરી આપી સહયોગ આપ્યો હતો. રાજકોટ બસ ઓપરેટરોના જે પ્રશ્ર્નો હતા. તેનુ નિરાકરણ લાવી આપવા માટે ડી.સી.પી. શ્રી જાડેજાનું સન્માન કરી આભાર વ્યકત કર્યો હતો. આ તકે રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસોસીએશનના પ્રમુખ દશરથભાઇ જે. વાળા ઉપાસના ટ્રાવેલ્સ, ઉપપ્રમુખ હારૂનભાઇ મેતર ગુજરાત ટ્રાવેલ્સ, મંત્રી દિવ્યેશભાઇ ચોલેરા(મુન્નાભાઇ) અભિષેક ટ્રાવેલ્સ, મહામંત્રી સિધ્ધરાજસિંહ ચૌહાણ નિતા ટ્રાવેલ્સ, અજાનચી ભાવેશભાઇ કનેરીયા સહિત બસ ઓપરેટરો ઉપસ્થિત રહયા હતા.


error: Content is protected !!