Main Menu

અમરેલી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના ભવ્ય કેમ્પસનું લોકાર્પણ કરાયું

અમરેલી,કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીની ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સના ભવ્ય કેમ્પસનો લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો.આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે સમગ્ર અમરેલી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ખુબ જ સુવિધા યુક્ત કહી શકાય તેવા સ્કૂલ ઓફ સાયન્સના નવા બિલ્ડીંગનું મળ્યું છે. જુના સંસ્મરણો વાગોળતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે જુના જમાનામાં શિક્ષણનો એટલો વ્યાપ ન હતો ત્યારે પણ અમરેલી જિલ્લામાં શિક્ષણની જાગૃતિ હતી. શૈક્ષણિક સંસ્થાઓના યોગદાન બાબતે એમણે જણાવ્યું હતું કે આજે બાળકોને યોગ દિશા ચીંધવાનું કામ આ સંસ્થાઓ કરી રહી છે. માત્ર શિક્ષણ જ નહિ પરંતુ સંસ્કારોનું સિંચન પણ આ સંસ્થાઓ કરે છે. શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ શિક્ષકોને સંબોધતા શિક્ષણ મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે આવનારી પેઢીને શિક્ષણની સાથે સાથે સંસ્કારો આપવાનું કાર્ય એક શિક્ષકનું છે. આપણો ભારત દેશ આજે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે દેશનો એકે-એક યુવાન ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકારના પ્રયત્નો રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતની અને ભારતીય સંસ્કૃતિની સ્વીકૃતિ અપાવી છે. પહેલા યોગ એ ફક્ત ભારતીય સંકૃતિનો એક ભાગ હતું અને આજે એ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યું છે.આ કાર્યક્રમમાં નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, એચ.એલ.પટેલ, પંકજ કાનાબાર, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, મનીષભાઈ સંઘાણી સહિતના આગેવાનો તેમજ સંસ્થાના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


error: Content is protected !!