Main Menu

રાજુલામાં છ મકાનોના તાળા તોડનાર ચોરને પકડવા માગણી કરતાં ભગુભાઇ લાખણોત્રા

રાજુલા,રાજુલામાં છતડીયા રોડ પર સોના ચાંદીના દાગીના અને રોકડની મોટી ચોરી થતા પોલીસ તંત્રમાં દોડધામ વધી ગઇ છે. અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તુલસી શ્યામ સોસાયટીમાં ઉમેશભાઇ વરૂ, મનગળુભાઇ વરૂના મકાનમાં દિવાલ ઠેકી અંદર બવેશી સોના ચાંદીના દાગીના અને બે રાણી સિક્કા તથા રોકડ રકમની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ હેમુભાઇ સવજીભાઇ રાઠોડ એડવોકેટના મકાનના તાળા તોડી રોકડ અને દાગીનાની ચોરી થયેલ. જ્યારે જયેશભાઇ પ્રભુદાસ પારેખ, પુજાબેન ભટ્ટ, કોમલબેન દવે, કોમલબેન ભટ્ટ, સતીષભાઇ કાકડીયા, સહિતના મકાનોમાં તસ્કરોએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કરી રાજુલામાં તરખાટ મચાવ્યો હતો. આ ચોરીના મુદામાલમાં ચાંદીનો કંદોરો, રાણી સિક્કા મળી રૂા.11 હજાર ચાંદી કિલો ગ્લાસ નંગ 12, ચાંદીની 1 કંકાવટી, 1 પાનદાની, જુડા, છડા, ચાંદીની માળા 3 , ચાંદીની જાંજરી જાડી રૂા. 50 હજાર, સોનાની બુટી 1, સોનાનો ચેઇન 9 ગ્રામ, સોનાની બુટી 4 નંગ, ચાંદીના રાણી સિક્કા 2 મળી કુલ રૂા.1 લાખ ઉપરાંતની ચોરીની ફરિયાદ થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજુલામાં એકીસાથે તસ્કરોએ તરખાટ મચાવતા આગેવાન ભગુભાઇ અરજણભાઇ લાખણોત્રાએ ચોરીના ગુન્હેગારોને પકડી પાડવા માંગ કરી છે.



« (Previous News)



error: Content is protected !!