Main Menu

અમરેલી તાલુકા પોલીસ મથકમાં શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો

અમરેલી,અમરેલીમાં તાલુકા પોલીસ મથકમાં શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો હતો. વિજયા દશમી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે તાલુકા પોલીસ મથકમાં રહેલ શસ્ત્રોનું પુજન કરવામાં આવ્યુ હતુ. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ શ્રી મોરી સહિત સ્ટાફ દ્વારા શસ્ત્ર પુજન સાથે પરંપરા યથાવત રાખી હતી. આ રીતે દશેરા વિજયા દશમી પર્વની આસ્થાભેર ઉજવણી કરી હતી. આ શસ્ત્ર પુજન કાર્યક્રમ સફળ બનાવવા સ્ટાફ સહિતે જહેમત ઉઠાવી હતી.


error: Content is protected !!