Main Menu

લીલીયામાં જીલ્લા પંચાયત આપને દ્વારે કાર્યક્રમ યોજાયો

લીલીયા,લીલીયા બી.આર.સી.ભવન ખાતે જીલ્લા પંચાયત ના પ્રમુખ રવજીભાઇ વાધ્ોલાના અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયત આપને દ્વારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતું. પ્રથમ લીલીયા તાલુકા પંચાયત નાં જીવરાજભાઇ પરમાર દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ તાલુકા પંચાયત અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાધ્ોલા, હાર્દિકભાઇ કાનાણી, ભરતભાઇ ગીડા, કેહુરભાઇ ભેડાનું તથા સાવરકુંડલા તાલુકા કોગ્રેસ ના પ્રમુખ મનુભાઇ ડાયરા નું લીલીયા તાલુકા પંચાયત નાં જીવરાજભાઇ પરમાર ચોથાભાઇ કસોટીયા, બહાદુરભાઇ બેરા તથા અધિકારી ગણ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તાલુકાના પ્રશ્ર્નો બાબતે કાર્યવાહી હાથ ધરતા લીલીયાના ઉપસરપંચ બાબુભાઇ ધામત, લીલીયાના અગ્રણી વેપારી રસિકભાઇ વંડા , દિલીપભાઇ શેખલીયા સહિત ઉપસ્થિત પચાસેક વેપારી ભાઇઓ દ્વારા લીલીયાની ભુગર્ભ ગટર ને કારણે લીલીયાની આરોગ્ય અને બઝાર માં ઉભરાયેલ ગટર ને કારણે લીલીયા ના વેપાર થઇ રહેલ નુકશાન અંગે હલ્લાબોલ કરી રજુઆત કરવામાં આવેલ. તેમજ લીલીયા તાલુકા ભરમાંથી કાર્યક્રમમાં હાજર રહેવા સરપંચો દ્વારા ગામડા ઓના મંજુર થયેલ વિકાસનાં કામો રેતી નાં કારણે થઇ ન શકતા હોય આ અંગે સત્વરે ઉકેલ લાવવા જણાવેલ. તેમજ લીલીયા તાલુકા માં તલાટીની ઘટ હોય એક – એક તલાટી પાસે ત્રણ ત્રણ ગામના ચાર્જ હોવાથી લોકોની કામગીરી ન થતી હોવાથી ફરીયાદ કરવામાં આવેલ. તેમજ ગામડાની નાની શાળા ઓને મર્જ થવાની પ્રક્રિયા થી ગામડા ના બાળકો ને શિક્ષણમાં ઉભી થયેલ પરિસ્થિતી નો પ્રશ્ર્ન રજુ થયેલ. તેમજ આવાસ યોજના અને આરોગ્ય લક્ષી પ્રશ્ર્નો પોલીસી લેવલ ના હોય ઉકેલ લાવવા જીલ્લા પંચાયત તરફથી સરકારશ્રીને રજુઆત કરવાનું જી.પં. પ્રમુખ થી દ્વારા જણાવવામાં આવેલ. સરવાળે કાર્યક્રમમાં આલીયાની ટોપી માલીયા માથે નો ઘાટ ઘડાયા જેવુ થયુ હતું.


error: Content is protected !!