Main Menu

ખાંભા ગીરના ગોરાણાની પ્રાથમિક શાળામાં શિક્ષક નથી

અમરેલી,ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું ગયું છે બીજી તરફ સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવાની વાતો થાય છે. પણ વાસ્તવિકતા શિક્ષણની તદ્દન વિપરીત છે ખાંભાનાં ગોરાણા ગામે સરકારી પ્રાથમીક શાળા છે વિદ્યાર્થીઓ છે પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક પણ શિક્ષક નથી. તેથી બાળકોનાં શિક્ષણને ભારે અસર થાય છે. શિક્ષકો મુકવા માંગ ઉઠી છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં આવેલ ગોરાણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક અભાવે મુશ્કેેલી સર્જાઇ છે. 1969 માં આ ગોરાણા ગામમાં પ્રાથમિક શાળા સ્થપાઈ છે પણ હાલ શિક્ષણની અધોગતિ છે કે આ ધોરણ 1 થી 5 ની આ પ્રાથમીક શાળા છે સુવિધાઓ તમામ પ્રકારની છેપણ વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવા શિક્ષક વિનાની આ ગોરણા ગામની પ્રાથમીક શાળા છે. જેમાં 49 વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોંસે છે. ગોરાણા ગામમાં છેલ્લા છ માસથી શિક્ષણ તંત્ર દ્વારા શિક્ષકોની નિમણુંક નથી કરાતી પણ વિદ્યાર્થીઓ સ્કૂલ ટાઈમે આવી જાય છે ને આવીને ગ્રાઉન્ડમાં રમતો રમીને ચાલ્યા જાય છે શિક્ષણ વિભાગ શિક્ષક વિનાની શાળા ચલાવી રહ્યું છે પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થવાની છે પણ છ મહિના ભણ્યા ન હોય ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા શુ આપશે ? કે શિક્ષકો પરીક્ષા લેવા મુકાશે તે એક ગંભીર પ્રશ્ન સર્જાયો છે ને ભારતના ભવિષ્ય સમાનના વિદ્યાર્થીઓ મુંજાયા છેગોરાણા ગામની પ્રાથમિક શાળા છે બિલ્ડીંગ છે પણ વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવા શિક્ષકો છ છ મહિનાથી નથી જ્યારે છ મહિના આગાઉ આ શાળાના બે શિક્ષકો વયમર્યાદાથી નિવૃત થયા બાદ આજુબાજુના ગામમાંથી અન્ય શાળાના શિક્ષકને અઠવાડિયે એકાદવાર મોકલવામાં આવે છે ને શિક્ષણનું ગાડું ગબડાવાઈ રહ્યું છે ત્યારેગોરાણા ગામ બાજુના ત્રાકુડા ગામના શિક્ષકને ગોરાણા મોકલીને વિદ્યાર્થીઓને ભણાવવાનો ઢોંગ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો પણ વિદ્યાર્થીઓની છ માસિક પરીક્ષાઓ શરૂ થવાની છે ને એકપણ તૈયારી વગર વિદ્યાર્થીઓ પરીક્ષાઓ કઈ રીતે આપે તે અંગે વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે આ અંગે ગોરાણાના ઉપ સરપંચે જિલ્લા શિક્ષણતંત્રને અનેક રજૂઆતો કરી પણ શિક્ષકોની નિમણુંક ગોરાણાની પ્રાથમિક શાળામાં કરવામાં આવતી નથી ને ભારતનું ભવિષ્ય શિક્ષક વિના ઠેબા ખાઈ રહ્યું છેક્યારેક ક્યારેક શિક્ષકો ગોરાણા પ્રાથમિક શાળામાં મૂકીને શિક્ષણ તંત્ર જાણે બાળકો પર અહેસાન કરતી હોય તેવી સ્થિતિ છે એક અઠવાડીયું બીજા ગામની શાળાના શિક્ષક આવે તો બીજા અઠવાડિયે અન્ય ગામ માંથી શિક્ષક મૂકીને શિક્ષણનું ગાડું દોડાવાઈ રહ્યું છે અગાઉના શિક્ષકે કયા પાઠ ભણાવ્યા એ આવેલા શિક્ષકને ખબર નથી હોતી પણ મોટાભાગે શિક્ષક વિના જ આ ગોરાણાની પ્રાથમિક શાળા ચાલી રહી છે તો આ શાળામાં પીવાના પાણીના ઓરડાને તાળા માર્યા છે બાળકોને રમવાના હીંચકાઓ પણ તૂટી ગયા છે તો મધ્યાહન ભોજન જેવી સુવિધાઓ ગોરાણા ગામમાં છ મહિનાથી બંધ થઈ ગઈ છે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ પણ નવા સત્રથી બે શિક્ષકોની નિમણુંક કરવાની વાત કરીને શિક્ષણ તંત્રની ચાલતી લોલમલોલ બલિહારી ચલાવી રહયા છે. અને અન્ય શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળા ચલાવાય રહી હોવાના ગીત ગાય રહ્યા છેસરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવાની વાતો કરવાના સ્લોગનો સ્કૂલમાં લખ્યા છે પણ ગાંધીના ગુજરાતમાં શિક્ષણનો ગ્રાફ શિક્ષક વિનાની શાળામાં સાવ નિમ્ન કક્ષાએ છે તે વાસ્તવિકતા છે જે એક જ દિવસ આવેલા ત્રાકુડાના શિક્ષકે સ્વીકાર્યું હતું


error: Content is protected !!