Main Menu

અમરેલીમાં સિનિયર સિટીઝનોની સંભાળ લેતુ તંત્ર માર્ગદર્શન અને મદદ કરાઇ : વૃધ્ધજનો પ્રસન્ન થયાં

અમરેલી,આધાર હોવા છતા પણ નિરાધાર બની અમરેલી વૃધ્ધાવસ્થામાં જીંદગી વ્યતીત કરતાં વૃધ્ધ મહિલા પુરૂષોને મદદરૂપ બનવા આજે અમરેલી કોર્ટના મહિલા જજ તેમજ યુવા પ્રાંત અધિકારી દ્વારા નિરાધારો વચ્ચે જઇ વૃધ્ધોને મળતી તમામ સરકારી સહાય અંગે સ્થળ પરજ કાર્યવાહી કરવામાં આવતા નિરાધાર વૃધ્ધોમાં ભારે હર્ષની લાગણી છવાયેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ અમરેલીમાં નિરાધાર વૃધ્ધો માટે ચાલતા દિકરાનું ઘર નામની સંસ્થામાં 100 જેટલા વૃધ્ધ જીંદગીના દિવસો વ્યતીત કરી રહેલ છે. આ સંસ્થાને કોઇ પણ પ્રકારની સરકારી સહાય મળતી નથી ફકત દાતાઓની સરવાણીથી વૃધ્ધોની જીંદગી નિર્ભર છે. પરોપકારી માણસ ધરાવતા અમરેલીના મહિલા પ્રિન્સીપલ સિનિયર સિવિલ કોર્ટના જજ અને તાલુકા કાનુની સેવા સમિતિનાં ચેરપર્સન ડો. એમ.એસ.પાંડેએ આ દિકરાના ઘરની મુલાકાત લઇ વૃધ્ધોની વાસ્તવીક જીંદગીથી વાકેફ બનેલ હતા. વૃધ્ધાશ્રમમાં મહિલાઓનું પ્રમાણ વધારે જોવા મળેલ હતુ. અવા વૃધ્ધો પાસે કોઇ પ્રકારનાં આધાર પુરાવા પુરતા પ્રમાણમાં ન હતા. સરકારી કચેરીએ જવા અસમર્થે એવા વૃધ્ધોને સરકારી મદદ માટે મહિલા જજે અમરેલીના યુવા પ્રાંત અધિકારી ડી. એન.સતાણીને જણાવેલ હતુ. આજે રજાના દિવસે પ્રાંત અધિકારીની ટીમનાં ભીમાણીભાઇ, હિતેષભાઇ કાલાવાડીયા, બી.એલ.ઓ. પ્રવિણ બારૈયા સહિતનાએ જજની આગેવાની હેઠળ વૃધ્ધાશ્રમમાં જઇ નિરાધાર વૃધ્ધોને મળવા પાત્ર સરકારી સહાય, મતદાર યાદીમાં નામ ચડાવવા સહિતની કાર્યવાહી સ્થળ પર જ કરેલ હતી. જજ અને પ્રાંત અધિકારીની ટીમની કામગીરીથી નિરાધાર વૃધ્ધોમાં એક અપનાપન ની લાગણીનાં દ્રશ્યો સર્જાયેલ હતા.






error: Content is protected !!