Main Menu

પ્રવાસીઓ આનંદો ! આજથી ગીર જંગલમાં સિંહદર્શન કરી શકાશે

અમરેલી,ગીર અભયારણ્ય આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આજથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે. હવે, દિવાળીનું વકેશન નજીક આવી રહૃાું છે ત્યારે પ્રવાસીઓ માટે ફરવાનું ગુજરાતનું આકર્ષકના દરવાજા આજે ખૂલી જશે. વન વિભાગ દ્વારા મળેલ અપડેટ મુજબ, હાલ ગીરમાં 525 સિંહો છે. ચાર મહિનાના વેકેશનમાં 35 ટકાનો વધારો થયો છે. એટલે કે, પ્રવાસીઓને સિંહ દર્શન સમયે સિંહ બાળ વધુ પ્રમાણમાં જોવા મળશે. ગીર જંગલમાં સિંહ બાળ જોવાનો પણ એક અનેરો લ્હાવો છે. વર્ષોત્તર પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ગત વર્ષે સરકાર અને વન વિભાગ દ્વારા કેટલાંક ખાસ આકર્ષણ પણ વધારવામાં આવ્યાં હતા. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી પરમીટની સંખ્યામાં વધારો કરાયો હતા. અગાઉ રોજની 90ની પરમીટ આપવામાં આવતી હતી. જેમાં હવે 60નો વધારો કરીને રોજની કુલ 150 પરમીટ કરવામાં આવી છે. લોકો પરિવાર સાથે ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહને જોવા આવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગીરના જંગલમાં હવે મહિલા ગાઇડની પણ નિમણુંક કરવામાં આવી છે.


error: Content is protected !!