Main Menu

લીલીયામાં કેમિકલ કાર્બયુક્‍ત કેરીનું ધૂમવેચાણ

લીલીયા,
જાણવા મળતી વિગતો અનુસાર લીલીયા શહેરની બજારમાં ચડેચોક કેમિકલ્‍સ અને કાર્બનયુક્‍ત પકાવેલ કેરીનું ધુમ વેચાણ થઇ રહયાની લોકોમાં બૂમ ઉઠી છે અને લોકોના આરોગ્‍ય સાથે સરે આમ ચેડા થઇ રહી છે.
ત્‍યારે આરોગ્‍ય તંત્ર ઉંઘી રહયું છે અથવા આંખ મીંચામણ કરી રહયાની લોકચર્ચા થઇ રહીછે,અને શહેરમાં ખૂણે-ખાચરે ખુલેલી કેરીની વખારમાં કાર્બન અને કેમિકલનો બેફામ ઉપયોગ થઇ રહયાનું લોકમુખે ચર્ચાય રહયું છે. ત્‍યારે તંત્ર દ્રારા તાત્‍કાલીકધોરણે આ બાબતે પગલા ભરી લોકોની માંગ ઉઠવા પામેલ છે.



« (Previous News)