Main Menu

ગીર જંગલ વિસ્તારમાં પ્રવાસીઓનો ધમધમાટ વધશે

અમરેલી,આગામી દિવાળી ભાઇબીજનાં તહેવારો ઉપરાંત શાળાઓ, હાઇસ્કુુલોમાં તા. 24થી વેકશનોને કારણે અત્યારથી જ ટ્રાફિકનો ધમધમાત વધ્યો છે. ખાસ કરીને વેકશનનાં સમયમાં ધાર્મિક સ્થળો અને ગીર જંગલનાં કુદરતી પ્રાકૃતિક વિસ્તારોનું પણ લોકોમાં આકર્ષણ વધતા ગીર જંગલ વિસ્તારમાં સિંહ દર્શન માટે અત્યારથી જ બે મહિનાનું એડવાન્સ બુકીંગ થઇ ગયુ છે. આગામી દિવાળી નજીક છે. ત્યારે સુરત બાપુનગરથી અમરેલી વાસીઓ વતન તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. તેથી એસટી રેલ્વે સહિત ખાનગી લકઝરી બસોમાં પણ જોરદાર બુકીંગ થઇ રહયું છે. આ વખતે સારા વરસાદ ઉપરાંત ખેતીપાકોમાં વધ્ાુ ઉપજ થાય તેમ નથી તેવી સ્થિતીમાં હિરામાં પણ મંદીને કારણે તહેવારોમાં ટ્રાફિકનો ધમધમાટ વધ્ાુ જોવા મળશે. જોકે એસટી સહિતની સુવિધા માટે તંત્રએ પણ એડવાન્શ વ્યવસ્થા કરી છે. પણ ટ્રાફિક વધવાની શકયતાઓ પણ નકારી શકાતી નથી.


error: Content is protected !!