Main Menu

અમરેલીમાં રસ્તાના કામોનું ખાતમુહુર્ત કરતા શ્રી ભંડેરી

અમરેલી, અમરેલીનાં ડો.જીવરાજ મહેતા ચોકમાં પાલીકાના જુના બીલ્ડીંગ પાસે પાલીકા દ્વારા રોડ બનાવવા વહીવટી પ્રક્રિયાના અંતે રૂ.20 કરોડના ખર્ચે રસ્તાના કામોનો મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ઘનસુખભાઇ ભંડેરી, રીજયોનલ કમીશ્નર શ્રી યોગેશ નીરગુડે, ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી પટણી તેમજ શહેર વિકાસ સમીતીનાં શ્રી પી.પી.સોજીત્રા, પાલીકાના પ્રમુખ જયંતીભાઇ રાણવાની ઉપસ્થિતીમાં દિપ પ્રાગ્ટય કરી પ્રતીક ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સને 2018-2019ના વર્ષની સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ભારે વરસાદ 2019 તથા 14માં નાણાં પંચની યોજના અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડ તેેમજ મુખ્ય માર્ગો સીસી અને આરસીસીનાં બનાવવામાં આવશે.આ કાર્યક્રમમાં નગરશિક્ષણ સમિતીના ચેરમેન જે.પી.સોજીત્રા,બાંધકામ સમીતીના ચેરમેન કોમલબેન રામાણી, પાલીકાના પુર્વ પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, કે.કે.વાળા, જીતુભાઇ ગોળવાળા, એડવોકેટ બકુલભાઇ પંડયા, સંજયભાઇ રામાણી, પાલીકાના ચીફ ઓફિસર એલ.જી.હુણ, એન્જીનીયર શ્રી ખોરાસીયા, જયશ્રીબેન ડાબસરા, સંજયભાઇ રામાણી, અજીતભાઇ ગોરી, પાલીકાના સદસ્યો તથા કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે શહેર વિકાસ સમીતીના પી.પી.સોજીત્રાએ જણાવ્યું હતું કે ડામર રોડ વારંવાર તુટી જવાના કારણે અમરેલી શહેરના મુખ્ય માર્ગો અને શહેરી વિસ્તારના કેટલાક વિસ્તારોના માર્ગો સીસી અને આરસીસીના બનાવવામાં આવશે. જેમાં નગરજનોને સહયોગ આપવા જણાવ્યુ હતું. અમરેલી નગરપાલીકા દ્વારા નાગનાથ મહાદેવ મંદિર પાસે નાનુ બસ સ્ટેશન અને અખાડામાં જીમ બનાવેલ છે. જેથી સૌના સહિયારા પુરૂષાર્થથી શહેરનો વિકાસ કરીએ તેમ જણાવ્યું હતું.મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ઘનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે હું અમરેલી પાલીકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવુ છું. કે અમરેલીની જનતાની જે અપેક્ષા હતી. તે ડામર રોડ નહિ પણ સી.સી. અને આર.સી.સી.નાં રોડ સારી ગુણવતા અને ટકાઉ બને તે માટે લોકો પણ પોતાની જાગૃતતા બતાવે અને નગરપાલીકાની સરાહના કરે તેવી મારી અપેક્ષા છે. મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી આઠ મહાનગરપાલીકા, 162 નગરપાલીકાઓને દર વર્ષે વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.અમરેલી શહેરમાં રસ્તાના કામો સમયસર ઠરાવ કરી મંજુરી બાદ ઝડપી કામ થાય અને સારા રસ્તાઓ બને જેથી લોકોની અપેક્ષાઓ પુર્ણ થાય. મુખ્યમંત્રીશ્રી એ ચોમાસામાં રોડ ખરાબ બની જતા નવા બનાવવા મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સીધા જ નગરપાલીકાઓને નાણાં ફાળવેલ છે. અમરેલી શહેરના વિકાસ માટે અમો નાણાં ફાળવીશુ અને લોક ભાગીદારીથી વિકાસના કામો થશે. અમરેલીનાં 10 કરોડ 79 લાખ મ્યુુનીસીપલ ફાઇનાન્સમાં જમા છે તે 10 કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ ફાળવેલ છે. રોડ ન બગડે તે માટે પાલીકા દ્વારા રોડની સાઇડમાં પાણીના નીકાલની વ્યવસ્થા કરીને કામો કરવા જરૂરી છે. અમરેલી શહેર રાજયમાં સ્વચ્છતામાં પાછળ ન રહે તે માટે ગાયડન્સ અમારી ઓફીસ આપશે. અને સ્વચ્છતાનો એવોર્ડ પણ અમરેલી પાલીકા મેળવે. તેવી શ્રી ભંડેરીએ શુભકામના વ્યકત કરી હતી. અમરેલી શહેરને દરરોજ પાણી મળી રહે. તે માટે નગરપાલીકાએ સ્પેેશ્યલ પ્રોજેકટ બનાવવામાં આવે. જે માટે સરકાર કટીબધ્ધ છે. જેથી અમરેલી શહેરના લોકોને નીયમીત પાણી મળી શકે.


error: Content is protected !!