Main Menu

લીલીયા પંથકમાં કનેકશન શરૂ કર્યા વગર જ વીજતંત્રએ બીલ ફટકારી દીધ્ાું

અમરેલી,લીલીયા પંથકમાં કનેકશન શરૂ કર્યા વગર જ વીજતંત્રએ બીલ ફટકારી દીધ્ાું હોવાની વિતો બહાર આવતા ભારે નવાઇ સાથે આશ્ર્ચર્ય સર્જાયું છે.લીલીયાના હરીપર ગામના રણછોડભાઇ શામજીભાઇ કીકાણી તથા ઇંગોરાળા ડાંડ ગામના દેવચંદભાઇ સાવલીયાને ત્યા છ છ મહીનાથી પીજીવીસીએલ દ્વારા મીટર નખાઇ ગયા છે પણ ડીઓમાંથી કનેકશન અપાયું નથી અને તેને વીજળીના બીલ આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ખેતીવાડીમાં છ છ માસથી મીટર લગાવી ગયા પણ કનેકશન જોડયું નથી અને બીલ આપી દેતા મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતોએ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત સમક્ષ રજુઆત કરતા લીલીયા દોડી આવેલા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે વીજતંત્રને ખખડાવ્યું હતું.


error: Content is protected !!