Main Menu

રાજયમાં તમામ રસ્તાઓ સુધારવા મુખ્યમંત્રીએ કરેલા આદ્દેશો : શ્રી ભંડેરી

અમરેલી,અમરેલીમાં નગરપલીકા દ્વારા રોડ કામનાં ખાતમુહુર્ત પ્રસંગે અમરેલી આવેલ ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ઘનસુખભાઇ ભંડેરીએ અવધ ટાઇમ્સ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને અવધ ટાઇમ્સ સાથે વાતચીત કરતા શ્રી ભંડેરીએ જણાવ્યુ કે અમરેલીનાં રોડ માટે 10 કરોડ 79 લાખ બોર્ડ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. ખાસ કિસ્સા તરીકે રાજય સરકારે વધારાના 10 કરોડ પણ આપ્યા છે. આમ, 20 કરોડ 79 લાખના ખર્ચે રોડની મંજુરી અપાતા આજે ખાત મુર્હુત સાથે રોડ કામ શરૂ થશે. રોડ સારા બને તે માટે પાલીકાએ પ્રયાસો કરવા જરૂરી છે. ગામડાઓમાં પણ સી.સી.રોડ બન્યા છે. પરંતુ સ્વચ્છતાને કારણે રોડ સારા દેખાય છે. મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા હવે રાજકોટમાં પણ રૈયા રોડ અને કાલાવાડ રોડ પર સી.સી. રોડની ડિઝાઇન ફેરફાર કરીને સી.સી. રોડ બનાવવા તરફ જઇ રહેલ છે. જો કે ગયકવાડ સ્ટેટ વખતે પણ એ જ પ્લાન બનાવેલો ગોંડલમાં પણ સી.સી. રોડ બન્યા છે. રોડ બનાવતી વખતે ટેલીફોન, જીઇબી, ગેસ લાઇન વિગેરેની પણ એ રીતે જોગવાઇ રખાશે કે જેથી કરીને રોડ ખોદવા ન પડે રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર ગુજરાત રાજયમાં રોડ માટે મંજુરી આપી છે. તેથી મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ઝોન વાઇઝ નગરપાલીકાની બેઠકો યોજેલ. આજે સૌરાષ્ટ્ર ઝોનની છેલ્લી બેઠક અમરેલીમાં રાખી છે. તેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ સહિતની સૌરાષ્ટ્રની તમામ જિલ્લાઓની નગરપાલીકાના પ્રમુખો, ચીફ ઓફિસરો, એન્જીનયરોની બેઠકમાં માર્ગદર્શન સાથે વહીવટી કામ પુર્ણ થશે. હવે આગામી દિવસોમાં રોડની કામગીર પણ વહેલી અને ગુણવતા સભર બને તે માટે સુચનાઓ અપાયાનું શ્રી ભંડેરીએ જણાવ્યું હતું. આ મુલાકાત વેળાએ ગુજરાત મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડનાં કમિશ્નર શ્રી યોગેશ નીરગુડે તથા મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડનાં ડીરેકટર શ્રી પટણી તથા અમરેલી શહેર વિકાસ સમીતીનાં ચેરમેન પી.પી.સોજીત્રા, બસગરા નગરપાલીકાના ઉપપ્રમુખ નીતેશભાઇ ડોડીયા, સંજયભાઇ રામાણી સહિત ઉપસ્થિત રહયા હતાં.






error: Content is protected !!