Main Menu

બાબરા શહેર અને તાલુકા ભાજપની કારોબારી મળી

બાબરા,બાબરા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે બાબરા શહેર અને તાલુકા ભાજપની કારોબારી મળી હતી. તાલુકા ભાજપ પ્રમુખ નિતિનભાઇ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ સાવલીયા ના અઘ્‍યક્ષ સ્‍થાને મળેલ આકારોબારી બેઠકમાં જીલ્‍લા અને તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્‍થીત રહયા હતા. જેમા મયુરભાઇ હીરપરા, રામભાઇ સાનેપરા, દિનેશભાઇ ગોહીલ, રંજનબેન ડાભી, જયાબેન ગેલાણી, ભુપેન્‍દ્રભાઇ બસીયા, વાલજીભાઇ ખોખરીયા, બીપીનભાઇ રાદડીયા, ઉપસ્‍થીત રહી કાર્યકર્તા ઓને સંગઠન લક્ષી માર્ગદર્શન આપેલ તેમજ રાજય અને કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાની માહીતી આપેલ અને અભીનંદન પુરતી રજુ કરવામા આવેલ હતો .

આ કારોબારીમાં નગરપાલીકા સદસ્‍ય સ્‍વ. વેલજીભાઇ ધોળકીયાને શ્રઘ્‍ધાસુમન અર્પણ કરવામાં અવેલ. આ બેઠકમાં તાલુકા ભાજપના મહામંત્રી મહેશભાઇ ખોખરીયા, બાવકુભાઇ ત્રીવેદી, ભુપતભાઇ બસીયા, અનીલભાઇ ચૌહાણ, પંકચભાઇ દોમડીયા, પ્રતાપભાઇ ખાચર, કિશોરભાઇ માધડ, કીરીટભાઇ પરવાડીયા, પ્રમોદભાઇરૂપારેલીયા, દિલીપભાઇ મહેતા, ગોપાલભાઇ ડભોયા, સંજયભાઇ ચાવડા, મુકેશભાઇ ભટ્ટ જવરાજભાઇ લાદર, રાજુભાઇ વિરોજા, રાજુભાઇ રંગપરા, વિઠ્ઠલભાઇ વગેરે આગેવાનો કાર્યર્તાઓ ઉપસ્‍થીત રહ્યા હતા. તેમ પ્રતાપભાઇ ખાચરે જણાવ્‍યુ છે.