Main Menu

અમરેલીમાં કૃષિમેળા સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

અમરેલી,

અમરેલીમાં યોજાયેલા અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના સંયુક્‍ત કૃષિ મહોત્‍સવમાં ઉપસ્‍થિત કેંદ્ર અને રાન્નયના મંત્રીઓ સામે જિલલ કોંગ્રેસના આગેવાનોએ સુત્રોચ્‍ચારો સાથે ઉગ્ર વિરોધ કરીને ધરપકડ વહોર્તી હતી. કોંગી આગેવાનો કૃષિમેળાના સ્‍થળ સુધી પહોચે એ પહેલા જ પોલીસ દ્વારા અટકાવી દેવાયા હતા.

રાન્નય સરકાર દ્વારા આજે તા.11ના રોજ લીલીયા રોડ, અમરેલી ખાતે આવેલા નવા ખેડુત તાલીમ કેંદ્રના વિશાળ મેદાનમાં અમરેલી, ભાવનગર અને બોતાદ એમ ત્રણજિલ્લાના સંયુક્‍ત કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કેંદ્ર અને રાન્નય સરકારને અનેક મંત્રીઓ, રાજકીય આગેવાનો, મહાનુભાવો ઉપસ્‍થિત રભ હતા. હાલમાં સરકાર દ્વારા તુવેરદાળની ખરીદીમાં ચાલી રહેલા કથિત કૌભાંડના વિરોધમાં અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અઘ્‍યક્ષ વીરજીભાઇ ઠુંમર, સાવરકુંડલાના કોંગી આગેવાન દિપકભાઇ માલાણી વગેરેની આગેવાનીમાં કોંગી કાર્યકરો સૂત્રોચ્‍ચાર સાથે રેલી કાઢીને કેંદ્રીય કૃષિમંત્રી રુપાલાને ઘેરવા માટે કાઋષિ મહોત્‍સવના સ્‍થળે પહોચ્‍યા હતા. તુવેરદાળની ટેકાની ખરીદીમાં કૌભાંડ, ઠાલો પ્રચાર નહીં અમલ કરો, ખૅડુતોને વીજળી આપો, ડૂંગળીની ટેકાના ભાવે ખરીદી કરો, બાકી પાક વીમાની ચુકવણી કરો જેવા સૂત્રો પોકાર્યા હતા અને બેનરો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સૂત્રોચ્‍ચાર સાથે આવેલી કોંગી આગેવાનોની રેલી કૃષિમેળાના સ્‍થળ સુધી પહોચે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાવી દેવાયા હતા. ધારાસભ્‍ય દ્વારા કેંદ્રીય અને રાન્નયના કૃષિમંત્રીને આવેદનપત્ર પાઠવવા જવા દેવાની માગણી કરી હતી અને બળજબરીથી જવા માટે પ્રયત્‍ન કરતા પોલીસ દ્વારા કોંગી આગેવાનોની અટકાયત કરીને કાર્યઠ્ઠમ સ્‍થળથી દૂર લઈ જવાયા હતા. કોંગ્રેસ દ્વારા વિરોધ થવાનો હોવાથીકાર્યઠ્ઠમના સ્‍થળે અગાઉથી જ જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો.