Main Menu

લાઠીના ધામેલમાં પંચાયતના મકાનનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

અમરેલી, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ સાંસદશ્રી નારણભાઇ કાછડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાઠી તાલુકાના ધામેલ ખાતે ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે પંચાયત ઘર એ તો ગામની સચિવાલય છે અને આ મકાન બનાવવા પાછળ જેટલા પણ લોકોએ સાથ સહકાર આપ્યો છે એમને મંત્રીશ્રીએ ખુબ ખુબ અભિનનદાન પાઠવા હતા. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામજનો તરફથી પોતાના ગામને પણ સૌની યોજના હેઠળ આવરી લેવા માંગણીને સબંધિત વિભાગ સુધી મુકવામાં આવશે. આ ઉપરાંત એમને તમામ ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મંત્રીશ્રીએ આ ગામમાં ભૂતકાળમાં વિતાવેલા સંસ્મરણો વાગોળ્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રીએ પર્યાવરણનું જતન કરવા બદલ શાળાના આચાર્ય અને સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. ગામમાં ઘણા બધા વંચિત કુટુંબો છે એમની મદદ કરવા તેમજ સરકારશ્રી દ્વારા અમલી યોજના લાભ દરેક સુધી પહોંચાડવા આપણે સૌએ કાર્ય કરવું પડશે. આ ઉપરાંત એમણે દરેક ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ મેળવી લેવા અપીલ કરી હતી. આ મુદ્દા ઉપર વધુ વાત કરતા એમણે જણાવ્યું હતું કે આપણા ખેડૂતમિત્રોને સરકાર વગર વ્યાજના રૂપિયા આપે છે ત્યારે દરેક ખડૂત આ યોજનાઓનો લાભ લે તે દિશામાં સૌએ કાર્ય કરવા અપીલ કરી હતી.આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા અંદાજે 13.50 લાખના ખર્ચે નિર્માણ પામેલું ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ થવું એ ધામેલ જેવા ગામ માટે ખુબ જ ગૌરવ લેવા જેવી બાબત છે. સમગ્ર અમરેલી જિલ્લામાં 79 જેટલા આવા પંચાયત ઘરો મંજુર થયા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશના અર્થતંત્રનો આધાર ગામડાઓ ઉપર છે. જો આપણે દેશનું અર્થતંત્ર મજબૂત કરવું હોય તો અપને આપણું ગામ પણ મજબૂત કરવું પડશે. જેના માટે આપણા ખેડૂતનું આર્થિક રીતે મજબૂત થવું ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત ગ્રામજનોની પાકવીમા, જુના ગામમાં બસ સ્ટેન્ડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપવા, વીજળીની સુવિધા બાબતની માંગણીઓની વિસ્તારમાં ચર્ચા કરી હતી. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, મયુરભાઈ હિરપરા, શાળાના આચાર્યશ્રી રમેશભાઈ પરમાર, સરપંચશ્રી મધુભાઈ કાકડીયા, ઘનશ્યામભાઈ, પ્રણવભાઈ, ભોળાશેઠ, નાનુભાઈ સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.(Next News) »error: Content is protected !!