Main Menu

ટીંબી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પીટલમાં ત્રિ-સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ આસ્થાભેર યોજાયો

ટીંબી,
સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ- ટીંબી (તા. ઉમરાળા, જિ. ભાવનગર) આયોજીત ત્રિ-સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ કાર્યક્રમ હોસ્પિટલનાં પ્રણેતા અને પરોપકારમય જીવન જીવવાનાં પ્રખર હિમાયતી તેમજ સર્વ જીવમાત્રના હિતચિંતક એવા બ્ર.પ.પુ.સદગુરૂદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં કૃપાપાત્ર સદશિષ્યો સ્વામીશ્રી ભોળાનંદ સરસ્વતીજી, સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી અને સ્વામીશ્રી શ્રધ્ધાનંદ સરસ્વતીજી મહારાજનાં અધ્યક્ષ સ્થાને તેમજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડનાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલનાં પ્રમુખ સ્થાને અને ક્રાંતીકારી સંત તેમજ સમાજ -સુધારક એવા સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજ અને શ્રી ધરમદાસજીબાપા તથા શ્રી ભારતીબાપુ અને આ હોસ્પીટલનાં પ્રમુખશ્રી ખીમજીભાઇ દેવાણી તથા ટ્રસ્ટીમંડળનાં બધાજ ટ્રસ્ટીશ્રીઓ તેમજ સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી તેમજ વિવિધ શહેરોનાં નામાંકીત ઉદ્યોગપતિશ્રીઓ અને ઉદારદિલ દાતાશ્રીઓ તેમજ સદગુરૂદેવ બહોળા સેવકસમુદાય ભાઇઓ-બહેનો લગભગ 7000 જેટલી સંખ્યાની ઉપસ્થિતીમાં તા. 31/10/19નાં રોજ ભવ્યતાભવ્યરીતે સંપન્ન થયેલ છે. સ્વાગત પ્રવચન ટ્રસ્ટીશ્રી જગદિશભાઇ ભીંગરાડીયાએ કર્યું હતુ. અને હોસ્પીટલનો વિસ્તૃત અહેવાલ મંત્રીશ્રી બી.એલ.રાજપરા એ આપેલ. ઉપસ્થિત મહાનુભાવો પૈકી સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજ, સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ, સ્વામીશ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારજ અને સભાનાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલએ પોતાનાં પ્રાસંગીક પ્રવચનો તદન નિ:શુલ્ક આરોગ્ય પ્રદાન કરવાનાં પ્રણેતા તેમજ આ હોસ્પીટલનાં પ્રેરણામુર્તિ એવા બ્ર.પપ.પુ.સદગુરૂદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં જીવનકવન અને તેમના દ્વારા થયેલા અને ચાલતા વિવિધ સેવાકાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી ઉપસ્થિત સહુને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ હોસ્પીટલનાં સંચાલન માટે અગાઉ અનુદાન આપેલ ઉદારદિલ દાતાશ્રીઓને તેમજ કાર્યક્રમ દરમિયાન અનુદાન જાહેર કરેલ ઉદારદિલ દાતાશ્રીઓને મોમેન્ટો, શાલ અને પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન ઉદારદીલ દાતાઓ દ્વારા ધણી મોટી રકમોનાં અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી. આ મહોત્સવનાં અનુસંધાને હોસ્પીટલનાં દર્દીનાં લાભાર્થે આયોજીત રકતદાન કેમ્પમાં એકસો રકતદાતાઓએ રકતદાન કરી માનવસેવાનું ઉજળુ ઉદાહરણ પુરૂ પાડયુ હતું. કાર્યક્રમ દરમિયાન પુર્વ પ્રમુખશ્રી દિયાળજીભાઇ વાઘાણી અને શ્રી મથુરાભાઇ સવાણી (કિરણ હોસ્પીટલ – સુરત) એ પ્રાસંગીક પ્રવચન કર્યા હતાં. કાર્યક્રમનું સંપુર્ણ સંચાલન શ્રી હરેશભાઇ માણીયા – સુરત અને ટ્રસ્ટીશ્રી પરેશભાઇ ડોડીયાએ કરેલ હતું. કાર્યક્રમનાં અંતે આભારવિધિ ટ્રસ્ટીશ્રી હરસુખભાઇ કાછડીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ પુર્ણ થયા બાદ મહેમાનો તથા ઉપસ્થિત તમામ ભાઇઓ-બહેનોએ ભોજનપ્રસાદ લીધ્ોલ હતો.(Next News) »error: Content is protected !!