Main Menu

આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ શ્રી મનિન્દરજિત સિંઘ બિટ્ટા ધારીમાં

ધારી, ધારીના સરસીયા ખાતે શ્રી શેલડીયા પરિવારના દેશભકતીસભર લગ્નોત્સવમાં કાઠીયાવાડના મહેમાન બની આવનારા આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ શ્રી મનિન્દરજિત સિંઘ બિટ્ટાએ આજે તેમના ધારી ખાતેના રોકાણ દરમિયાન ધારીના વેપારી આગેવાન શ્રી જિતુભાઇ રૂપારેલીયા સાથે વર્તમાન સમયની ગંભીર ચર્ચા-વિચારણા કરી હતી અને દક્ષિણ સૌરાષ્ટ્રના સર્વાધિક લોકપ્રિય અખબાર અવધ ટાઇમ્સને શ્રી બીટ્ટાએ પ્રભાવિત થઇને બિરદાવ્યું હતુ.આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ શ્રી મનિન્દરજિત સિંઘ બિટ્ટા ત્રાસવાદની સામે લડત આપી રહયા છે શ્રી એમએસ બીટ્ટા ઉપર ભુતકાળમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલાને કારણે તેમને સરકાર દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા કવચ છે દેશભકતોને પ્રોત્સાહન આપતા શ્રી એમએસ બીટ્ટાએ અવધ ટાઇમ્સમાં તેમના પ્રસિધ્ધ થયેલા સમાચારો વાંચ્યા હતા અને ધારીના યુવા આગેવાન શ્રી કેતન ધકાણનો જન્મદિવસ હોય તેમને શુભકામનાઓ પાઠવી હતી.ધારી માં સરસીયા મુકામે શ્રી શેલડીયા પરિવારના લગ્ન અગાઉ સ્વાગત કા્યક્રમ અરૂણભાઇ મૂછાળા કોલેજ માં યોજાયો હતો જેમા શ્રી એમ, એસ, બીટાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ તેમાં કેતનભાઈ સોની, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ વાળા, ધારીીના વેપારી આગેવાન શ્રી જીતુભાઈ રૂપારેલિયા, ધારીના સેવાભાવી અને ભાજપના આગેવાન શ્રી પરેશભાઈ પટ્ટણી, શ્રી જીતુભાઈ સાવલિયા, શ્રી કેતનભાઈ જેબલિયા, શ્રી કિશનભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહયા હતા.


error: Content is protected !!