Main Menu

અશ્રુધારાઓ વચ્ચે કાકા-ભત્રીજાની અંતિમયાત્રા નિકળી

અમરેલી,અમરેલીમાં ગતરાત્રીના સમયે બનેલી બેવડી હત્યાના બનાવમાં આજે મૃત્યુ પામનારા કાકા-ભત્રીજાની અશ્રુધારાઓ વચ્ચે અંતિમયાત્રા નિકળી હતી જુવાનજોધ કાકા-ભત્રીજાની એક સાથે અંતિમયાત્રામાં હૈયાફાંટ રૂદને સૌની આંખો ભીની કરી દીધી હતી ગતરાત્રીના સમયે બનેલી આ ઘટનાને પગલે ગોવિંદભાઇ ત્રાડ અને કરસશભાઇ ત્રાડના મોતથી બન્નેના બે બે મળીને ચાર-ચાર સંતાનો નોધારા થઇ ગયા હતા પશુપાલક સમાજમાં બનેલી આ ઘટનાની જાણ થતા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા રાત્રીના બનાવના સ્થળે દોડી ગયા હતા અને સતત ખડેપગે રહયા હતા અને મરનારના પરિવારને સાંત્વના પાઠવીને અંતિમયાત્રામાં જોડાયા હતા. આ બનાવની જાણ થતા માલધારી સમાજ અંતીમયાત્રામાં ઉમટી પડયો હતો અને અંતિમયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ બનાવની કરૂણતા એ છે કે અમરેલીમાં ચાલી રહેલી રખડતા ઢોર હટાવવાની ઝુંબેશ દરમિયાન અસરકારક રીતે કામ થાય તેના માટે જીવાપરામાં રાત્રે મીટીંગમાં ભેગા થઇને સૌ ઢોરની સમસ્યા ઉકેલવાના હતા પણ તે પહેલા જ બનાવ બનતા ભલાભોળા માલધારી સમાજ ઉપર આભ તુટી પડયું છે.


error: Content is protected !!