Main Menu

અમરેલીમાં ખેડુતોનાં વળતર પ્રશ્ર્ને કોંગ્રેસનાં ધરણા

અમરેલી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની આપખુદ શાહીને કારણે ખેડુતોની હાલાકી, બેરોજગારી, આર્થિક મંદી, મોંઘવારી મુદ્દે તેમજ રાજ્યમાં અતિવૃષ્ટિથી ખેડુતોને પારાવર નુક્શાન સહન કરવું પડેલ છે. અનેક લોકોની સમસ્યા સામે ભાજપ સરકારની નિષ્ફળતાઓ સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે અમરેલી સીનીયર સિટીઝન પાર્કમાં વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાાણીની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતાઓની સામે વિરોધ પ્રદર્શિત કરવા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કોકીલાબેન કાકડીયા, હંસાબેન જોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસા, જિલ્લ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલા, જિલ્લા પંચાયતના પુર્વઉપપ્રમુખ કેહુરભાઇ ભેડા, જનકભાઇ તળાવીયા, જીતુભાઇ ગોળવાળા, ડી.કે.રૈયાણી, દલસુખભાઇ દુધાત, શંભુભાઇ દેસાઇ, ટીકુભાઇ વરૂ, સંદિપભાઇ ધાનાણી, જિલ્લ્લા કોળી સમાજના પ્રમુખ રમેશભાઇ ગોહીલ, શરદભાઇ ધાનાણી, એડવોકેટ મુઝફર હુસૈન સૈયદ, ઠાકરશીભાઇ મેતલીયા, દાઉદભાઇ લલીયા, સુરેશભાઇ કોટડીયા, પોપટલાલ કાશ્મીરા તેમજ જુદા જુદા ફ્રન્ટલના હોદ્દેદારો બહોળી સંખ્થામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે દલસુખભાઇ દુધાતે ખેડુતો વિરોધી ભાજપ સરકારની નિતિ સામે આકરા પ્રહારો કર્યા હતાં. તેમજ શંભુભાઇ દેસાઇએ કેન્દ્ર સરકારના આરટીઓના જડ નિયમોનો વિરોધ કર્યો હતો. પરેશભાઇ ધાનાણીએ જણાવેલ કે, મંદી, બેરોજગારી, મોંઘવારી, અતિવૃષ્ટિનું વળતર, અત્યાચાર સામે ભાજપની સરકાર નિષ્ફળ રહી છે. ખેડુતો તેમની નુક્શાની માટે પોતાનો હક્ક માગે છે ભીખ નથી માગતા તેમશ્રી ધાનાણીએ જણાવ્યું હતું.



(Next News) »



error: Content is protected !!