Main Menu

રાજુલા-જાફરાબાદના પાંચ હજાર ખેડુતો વીમાના ફોર્મ ભરવાથી વંચીત

રાજુલા, રાજુલા જાફરાબાદ પંથકમાં પાક નુકસાની અંગેના ફોર્મ ન સ્વીકારતા ખેડૂતો હેરાન પરેશાન થઇ રહયા છે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકામાં વીમાકંપની દ્વારા ધોવાણ અંગેના ફોર્મ લેવાના હતા અને 72 કલાક ની સમય મર્યાદાની જાહેરાત કરાઇ હતી. શનિ-રવિ આવતા હોવાથી મોટાભાગના ખેડૂતો બેંક માંથી વીમા પાવતી લઈ શક્યા ન હતા જેના કારણે રાજુલા જાફરાબાદના 5000 જેટલા ખેડૂતો નુકશાની અંગે ના ફોર્મ ભરી શક્યા નથી જે ફોર્મ ભરવા ખેડૂતો તાલુકા પંચાયત ધક્કા ખાઇ રહ્યા છે બીજી તરફ વીમા કંપની હજી એક પણ ગામમાં સર્વે કરવાનું નક્કી કર્યું નથી અને સરવા કરવા માટે વીમા કંપનીએ રાજુલા-જાફરાબાદ માંથી 10 પાસ ધોરણના છોકરાઓ પસંદગી કરીઆવા બિન અનુભવી શિક્ષિત બેકારોને ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવા પસંદગી કરાશે ત્યારે સવાલ એ છે કે આવા શિક્ષિત બેકારો અને ખેતીનું કોઈપણ જાતનું માર્ગદર્શન નથી તે શું સર્વે કરશે તેવો પ્રશ્ન ખેડૂતોમાંથી ઉઠવા પામ્યો છે.વીમા કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે આવતીકાલથી આ છોકરાઓની ભરતી થઈ છે તે સર્વે કરવા જશે ક્યારેક ખેડૂતોની માંગણી છે કે. સરકાર તાત્કાલિક ધોરણે પેકેજ જાહેર કરવું જોઈએ અને સર્વે કરવામાં ગામ સેવકો અને સરકારી એક અધિકારી રાખવા જોઈએ જેથી ભ્રષ્ટાચાર થાય નહિ. કરોડો રૂપિયાનું પ્રિમીયમ વીમા કંપનીઓને ભરેલ છે વીમો આપવો પડે તે માટે વીમા કંપનીઓ અમરેલી જિલ્લાઓના ખેડૂતોને ઠાગાઠૈયા કરે છે સાત દિવસ બાદ સરકાર તરફથી કોઈપણ જાત સહાય આપી નથી ખેડૂતો અંદોલન કરશે તેમ એક ખેડૂત આગેવાન શ્રી ભાભલુભાઈ મીઠાપુર વાળા તેમજ આગેવાન એવા કરણભાઈ પટેલ વિસ્તૃત પત્ર પાઠવી ઉચ્ચ અધિકારીઓને જણાવેલ છે« (Previous News)error: Content is protected !!