Main Menu

અમરેલીમાં સહકાર સપ્તાહ ઉજવણી નિમિતે ધ્વજ વંદના

અમરેલી,અમરેલી અમર ડેરીના મેદાનમાં 66 માં અખીલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી સંઘના અધ્યક્ષ મનીષભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા દ્વારા સહકારી ધ્વજ વંદન કરીને કરવામાં આવી હતી. સમગ્ર ભરતવર્ષમાં દર વર્ષે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ, ન્યુ દિલ્હી દ્વારા વિવિધ સહકારી સંસ્થાઓના માધ્યમથી સહકારી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તે અન્વયે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના સહકારી આગેવાન તેમજ ખેડુત નેતા શ્રી દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન મુજબ સમગ્ર અમરેલી જીલ્લામાં પણ અલગ અલગ સંસ્થાઓમાં 66 માં અખીલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર સહકાર સપ્તાહની શુભ શરૂઆત પ્રસંગે અમર ડેરી અમરેલીમાં જીલ્લાની ચારેય ટોચની સહકારી સંસ્થઓ દ્વારા સહકારી ધ્વજ વંદના કાર્યક્રમ રાખવામાં આવેલ. સૌ પ્રથમ કાર્યક્રમના પ્રારંભે અમરેલી અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયા દ્વારા સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. અને સહકાર સપ્તાહની ઉજવણી અંગે પ્રાથમીક માહિતી અને માર્ગદર્શન આપ્યુ હતુ. ત્યાર બાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ. ત્યાર બાદ અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના વરદ હસ્તે સહકારી ધ્વજ ફરકાવવામાં આવેલ. ઉપસ્થિત સૌ મહાનુભાવો, સભાસદો, ડીરેકટર્સ અને સ્ટાફ દ્વારા સામુહીક સહકારી ગીતનું ગાન કરવામાં આવ્યુ હતુ. મહાનુભાવોના વક્તવ્યોમાં સૌ પ્રથમ અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ દ્વારા સહકાર સપ્તાહની ઉજવણી દ્વારા સહકારી સંસ્થાઓમાં પાયાની સહકારી ભાવના અને મુલ્યોનું સંવર્ધન અને જતન કરી શકાય છે. તેમ જણાવેલ. ત્યાર બાદ અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષભાઇ સંઘાણી દ્વારા જણાવેલ કે આ વર્ષનું સહકાર સપ્તાહનું વિષયવસ્તુ નુતન ભારતના નિર્માણ માટે સહકારી સંસ્થાઓની ભુમિકા છે. તેમજ આજના દિવસનું વિષયવસ્તુ ગ્રામીણ સહકારી સંસ્થઓ દ્વારા નવા સાહસોનો પ્રારંભ છે. આ બન્ને વિષયવસ્તુ પર તેઓએ વિસ્તૃત માર્ગદર્શન આપેલ. અને જણાવેલ કે સહકારી પ્રવૃતી એ શોષણનાબુદીનો યજ્ઞ છે. પુ.ગાંધીજીના આ સુત્રને પણ આજના પ્રસંગે યાદ કરેલ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવેલ કે અમરેલી અને ગુજરાત રાજ્યની સહકારી પ્રવૃતી સમગ્ર દેશમાં પ્રેરણારૂપ છે. ત્યારે આવા કાર્યક્રમો સામાન્ય જનમાનસની સહકારી પ્રવૃતી પ્રત્યેની લાગણી અને વિશ્ર્વાસને વધ્ાુ દ્રઢ કરે છે. આ કાર્યક્રમના આયોજન બદલ તેઓએ ખુશી વ્યક્ત કરી હતી. અને સમગ્ર સહકારી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીભાઇ પાનસુરીયા તેમજ ચારેય જીલ્લા કક્ષાની ટોચની સહકારી સંસ્થઓના બોર્ડ ઓફ ડાયરેકટર્સ તેમજ કર્મચારીગણ અને ભાજપના મહામંત્રી કૌશિકભાઇ વેકરીયા, જિલ્લા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ જેન્તીભાઇ પાનસુરીયા, બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, અમરડેરીના એમડી આર.એસ.પટેલ, ડેરીના ડિરેક્ટર ભાવનાબેન ગોંડલીયા, રાજુભાઇ માંગરોળીયા, નરેન્દ્રભાઇ પરવાડીયા, ધીરૂભાઇ ગઢીયા, જિલ્લા સહકારી બેંકનાં જનરલ મેનેજર શ્રી બી.એસ.કોઠીયા, ડી.આર.રામાણી જનરલ મેનેજર અમર ડેરી, અમર ડેરી સ્ટાફ તથા જિલ્લા બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ રાજેશભાઇ માંગરોળીયા દ્વારા કરવામાં આવી હતી.


error: Content is protected !!