Main Menu

અમરેલીમાં કલેકટર ઓફીસ સામે મોરંગીની કાર સળગી ઉઠી

અમરેલી,અમરેલી શહેરમાં કલેકટર ઓફીસ સામે ગાડી સળગી ઉઠતા આસપાસ રહેલા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જયારે બનાવની જાણ થતા પોલીસ સહિત ફાયરફાઇટર ઘટના સ્થળે દોડી ગયું હતુ.આ બનાની વધ્ાુ વિગતો અનુસાર રાજુલા તાલુકાનાં મોરંગી ગામમાં રહેતા દાનાભાઇ ગીગાભાઇ શીયાળ અમરેલીમાં કલેકટર ઓફીસે પોતાના કામ માટે આવ્યા હતા અને અચાનક કલેકટર ઓફીસ સામે પોતાની ગાડી ઝેન બંધ પડી ગઇ હતી.દાનાભાઇ દ્વારા ગાડી સરૂ કરવાનો પ્રયત્નો કરતા હતા તે અરસામાં અચાનક ગાડીનાં બોનેટમાં વાયરીંગ સ્પાર્ક થતા અચાનક આગ ભભુકી હતી. ગાડી સળગી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.જયારે ફાયરફાઇટર સ્થળે દોડી ગયું હતુ અને આગ પર કાબુ મેળવ્યો હતો.


error: Content is protected !!