Main Menu

બાબરામાં ચેક રિટર્નના કેસમાં ખેડુતને એક વર્ષની કેદ ફટકારતી કોર્ટ

બાબરા,બાબરામાં ગઇકાલે જ ચેક રિર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા કર્યા બાદ આજે બીજા દિવસે પણ બાબરાના વિદવાન જજ શ્રી દિલીપસિંહ ભાટીએ બાબરામાં ચેક રિટર્નના કેસમાં વધ્ાુ એક આરોપીને એક વર્ષની કેદ ફટકારાતા નાણાકીય ગોલમાલ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, બાબરાની ગુજરાત સ્ટેટ કો-ઓ.એગ્રી એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્કના જીજ્ઞેશભાઇ લક્ષ્મીકાંતભાઇ સેદાણીએ બાબરાના સુકવડા ગામના ખેડુત બાઘાભાઇ પ્રેમજીભાઇની સામે રૂપિયા સાડા છ લાખનો ચેક રિટર્ન થતા ફરિયાદ કરી હતી આ કેસ બાબરાના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ શ્રી દિલીપસિંહ ભાટીની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે પ્રખર ધારાશાસ્ત્રી શ્રી ઉદયનભાઇ ત્રીવેદી તથા શ્રી ધ્રૂવભાઇ વ્યાસની ધારદાર દલીલોના અંતે 2007ના આ કેસમાં ગુજરાત સ્ટેટ કો-ઓ.એગ્રી એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્કને ચેક પેટે સાડા છ લાખની રકમ ચુકવવા હુકમ કરી અને આરોપીને એક વર્ષની સાદી કેદની સજા કરી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે બાબરાના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ શ્રી દિલીપસિંહ ભાટીએ ચુકાદામાં નોંધ્યું હતુ કે આજના સમયમાં નાણાકીય લેવડ દેવડમાં ચેકનુ ખુબ મહત્વ છે અને વેપાર વાણીજયમાં ચેક ઘોરી નસ જેવુ કામ કરે છે આથી જો આવા ગુનાને હળવાશથી લેવામાં આવે તો વાણીજયમાં અંધાધ્ાુંધી ફેલાય જાય.ગઇકાલે આવેલા ચુકાદામાં પણ ફરિયાદ પક્ષના ધારાશાસ્ત્રીશ્રી ઉદયનભાઇ ત્રીવેદી તથા શ્રી ધ્રુવભાઇ વ્યાસે ધારદાર દલીલો કરી હતી. ઉપરા ઉપર બે ચુકાદામાં નાણાકીય વ્યવહારમાં નિષ્ફળ જનારા સામે કડક પગલા લેવાતા આવા લોકોમાં ફફડાટ ફેલાયો છે.


error: Content is protected !!